SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાનુભવ-દર્શન શ્રીનમસ્કાર મહામંત્રના જાગ્રત પ્રભાવને સમજાવતી એક તાજી બનેલી ઘટના માગસર વદ પાંચમને ગુરુવારે, અમે પાટણથી વિહાર કરી કુણઘર આવ્યા. કુણઘરથી સાંજે લગભગ ૩-૧૫ મિનિટે વિહાર કરી, અડીયા જતા હતા સાથે કુણઘરના બે શ્રાવકો હતા. અને ત્રણ સાધુ હતા. એકાદ માઈલ ચાલ્યા બાદ રસ્તાની જમણી બાજુએ એક સર્પને સમડી ચાંચો મારી હત-પ્રહત કરી રહી હતી. દૂરથી અમારી નજર ત્યાં પડી એટલે અમે હાથથી અવાજ કર્યો. અમારા અવાજથી સમડી ઉડીને જરા દૂર રહી જોવા લાગી. નજીક જઈ અમે જોયું તો સર્પ સાવ મૂચ્છિત થઈને કુંડાલાકાર સ્થિતિમાં જણાયો અમને લાગ્યું કે, સર્પ કદાચ મરણ પામવાની તૈયારીમાં હશે. અમે તે સર્પને જરા મોટા અવાજથી શ્રીનવકાર સંભળાવવો શરૂ કર્યો. આમાં અમારી એક કલ્પના એ હતી કે, જો કદાચ મરણ પામવાની તૈયારીમાં હશે તો પણ એને પરલોક સુધારવામાં, શ્રીનવકારનું શ્રવણ ઉપયોગી થશે અને બીજી એ કલ્પના હતી કે જો આયુષ્ય બાકી હશે તો એને શ્રીનવકા૨નું શ્રવણ આ ચાલુ જીવન અંગે પણ લાભદાયી બનશે.—જીવ યોગ્ય હશે—તો આ મહામંત્રના શ્રવણના પ્રતાપે એને મહાન લાભ થશે. સાવ મૂચ્છિત દશામાં રહેલા એ સર્પને અમે જ્યાં નમસ્કાર મહામંત્ર સંભળાવવો શરૂ કર્યો, ત્યાં તો સાતમા નવકારે એના શરીરમાં હલનચલનની ચેષ્ટા શરૂ થઈ, આઠમા નવકારે આખું શરીર, જે કુંડલાકાર સ્થિતિમાં હતું તે, સાવ સીધું થઈ ગયું. મંત્ર શક્તિનો પ્રભાવ આ ઘટના ઈ. સ. ૧૯૫૪ના એપ્રિલની છઠ્ઠી તારીખની છે. સમય બપોરના બે લગભગનો હતો. હું તારદેવથી પાયની જતી ટ્રામમાં બેઠો. ટ્રામમાં બેઠા પછી મન ઉપર ભાર વધતો હોય તેવું લાગ્યું. માન્યું કે ખોરાકના અપચા આદિને કારણે હશે. પાયધુની આવતાં હું ટ્રામમાંથી નીચે ઉતરી ગયો. પણ મન વધુ ઉદ્વિગ્ન લાગ્યું. મારે જવું હતું મારવાડી બજારમાં. પાયધુનીથી ત્યાં ૪-૫ મિનિટમાં પહોંચી શકાય. શ્રીનવકા૨ના માનસજાપ સાથે મેં ચાલવા માંડ્યું. જાપનો વેગ એકાએક વધી ૪૩૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy