SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સજીવ પ્રયત્ન આપણે કરતા નથી. દુર્ભાવોનું વિષ દૂષિત થયેલો આહાર આપણે ખાતા નથી, રોગ થવાનો ભય છે. ગટરનું ગંદુ પાણી આપણે પીતા નથી, હાનિ થવાની શક્યતા છે. Dirty Water : Danger ગંદા પાણી સંબંધી ભયના પાટિયાં હોય છે. વિદ્યુતના સાધનોથી આપણે સાવધ રહીએ છીએ. વિદ્યુતનો આંચકો મૃત્યુનું કારણ થઈ પડે તે આપણે જાણીએ છીએ. Electricity high voltage : Danger વિદ્યુત સંબંધી ભયના પાટિયાં હોય છે. પરંતુ અસદ્ વિચારોથી બચવાના આપણા પ્રયત્નો સામાન્ય અતિ સામાન્ય છે. પ્રત્યેક અસદ્ વિચાર વિદ્યુતના આંચકાથી વધુ પ્રાણઘાતક છે. Evil Thoughts : Danger અસદુ વિચારોથી સાવધ રહેવાનું સૂચન કરતાં પાટિયાં ક્યાં છે ? પ્રત્યેક અસદ્ વિચાર ભાવમૃત્યુનું કારણ છે. આ પરમ વૈજ્ઞાનિક સત્ય આપણને કયારે સમજાશે !. સદુભાવની સુંદર અસરો અને દુર્ભાવની ઘાતક અસરો સંબધી સજીવ સમજણ ક્યારે જાગશે ? ક્રોધનો, ઇર્ષાનો, ભયનો, લોભનો એકાદ ભાવ કેવું કાલકૂટ વિષ ઉત્પન્ન કરે છે, તે આપણે જાણતા નથી. આજના વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે દુર્ભાવો આપણા દેહમાં વિષ ઉત્પન્ન કરે છે. આ વિષથી શરીરમાં જુદા જુદા રોગો થાય છે. આજનું વિજ્ઞાન આવા રોગોને Psychoconatic Diseases માનસિક અસરથી થતા શારીરિક રોગો કહે છે. પ્રત્યેક દુર્ભાવ વિજળીનો ઘાતક આંચકો છે. પ્રત્યેક દુર્ભાવ પ્રતિક્ષણનું આંતર મૃત્યુ છે. વિજળીના આંચકાનો આપણને ભય છે, બાહ્ય મૃત્યુનો આપણને ભય છે. હજી દુર્ભાવો, અસદ્ વિચારોનો ભય આપણને જાગ્યો નથી. કમલ, શ્રીનવકારમંત્રની સાધના કલ્પવૃક્ષનું બીજરો પણ છે. આ બીજ વાવતાં ૧૦૬ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy