SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનોની રચના સૂક્ષ્મ માનસશાસ્ત્રના ગૂઢ નિયમો Supra· Psychological Technique ને અનુસરીને પ્રાચીન મહાપુરુષોએ કરી છે. આવી ક્રિયાઓ અને અનુષ્ઠાનોની પાછળ ગંભીર રહસ્યો રહેલાં છે. પ્રત્યેક અનુષ્ઠાન સ્વત્વના ઉર્વીકરણ Sublimation of Self માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. સ્વત્વનું ઉર્ધીકરણ એટલે આત્માની શુદ્ધિ કરવી,—આંતર પ્રકાશનું પ્રાગટ્ય કરવું–કર્મમળોને દૂર કરવા—આત્મિક ગુણો પ્રગટાવવા—ગુણ શ્રેણિમાં આગળ વધવું— જીવનનો વિકાસ સાધવો. પ્રત્યેક અનુષ્ઠાન પછી તે વ્યક્તિગત હોય કે સામૂહિક હોય, વિશિષ્ટ વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે થવું જોઈએ. હું જયારે અહીં “વિજ્ઞાન” શબ્દ વાપરું છું, ત્યારે પશ્ચિમના સ્થૂલ વિજ્ઞાન Physical Scienceના અર્થમાં નહિ, પરંતુ જ્ઞાનને સૂક્ષ્મપણે–વિશેષપણે—સ્પષ્ટપણે સમજીને ક્રિયામાં આચારમાં ઉતારવાના પ્રયત્ન માટે વાપરું છું. તથા “પ્રયોગ” શબ્દ વાપરું છું, ત્યારે કોઈ તથ્ય પુરવાર કરવા જુદી જુદી રીતે પ્રયત્નો Experiments ક૨વા, એવા અર્થમાં નહિ પરંતુ પ્રકૃષ્ટ યોગ–પ્રકૃષ્ટપણે પોતાની જાતને ચોક્કસ પ્રક્રિયામાં જોડી દેવાના અર્થમાં વાપરું છું. અનુષ્ઠાનોની રચના પૂર્વપુરુષોએ એવી રીતે કરી છે કે જેથી સ્વત્વનો વિકાસ થાય જ. પ્રત્યેક અનુષ્ઠાન માનવ દેહ, માનવ મન અને માનવ આત્મા ત્રણેય સાથે સંબંધ ધરાવે છે. . Physiological and Psychological frame work of Human Self માનવદેહ, અને માનવમન સંબંધી આપણે ઘણું થોડું જાણીએ છીએ, તેથી દર્શન, જ્ઞાન અને ચારિત્રના પરસ્પર સંબંધને તથા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની Dynamic Effects જબ્બર અસરોને આપણે જાણતા નથી. વિદ્યુત અને લોહચુંબકની શક્તિ Power of Elctricity and Magnetismથી આપણે પરિચિત છીએ. અશ્રાવ્યધ્વનિની શક્તિ Supersonics સંબંધી આપણે જાણીએ છીએ. હાઇડ્રોજન બોમ્બ અને કોબોલ્ટ બોમ્બની શક્તિથી આપણે જાગૃત છીએ. વિચારની અસર પરંપરા Effects and countereffects of Thought • ભાવનાની અચિંત્ય શક્તિથી આપણે અજાણ છીએ અને તે સંબંધી જાણવાનો કંઈ પણ ધર્મ-ચિંતન ૦ ૧૦૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy