SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિ અહિંસા ભારતની સરકાર, ભારતની ભૂમિ ઉપર, ભારતીય પ્રજાના કરને પૈસે, ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાની વિરુદ્ધ મોટાં યાત્રિક કતલખાનાં ઊભાં કરે છે, એ સમાચાર હકીકતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સઘળા ભારતીય સ્ત્રી-પુરુષોએ પોતાની બધી શક્તિ વડે અતિહીણપતભર્યા તેમ જ દયાહીન તે કૃત્યને અટકાવવા માટે પૂરતા પ્રયત્નો આદરવા જોઈએ. જે કતલખાનાંઓ સાથે ભારતીય પ્રજાના વર્તમાનકાલીન યા ભવિષ્યકાલીન હિતને સીધી કે આડકતરો પણ સંબંધ નથી, તેની સાથે ભારતની સરકાર તેમ જ તેના આગેવાનો જોડાય તો તે ભારતના ઇતિહાસમાં આજ સુધી કદી નહિ નોંધવા પામેલી ભયાનક ઘટના બની જાય. “સત્યમેવ જયતે'ના પવિત્ર સૂત્રને અપનાવનારી સરકારના આગેવાન બંધુઓ કતલખાનાંઓ ખોલીને કયા સત્યને જીવાડી શકશે? કઈ પવિત્રતાને પ્રણામ કરી શકશે? કઈ મહાનુભાવતા વ્યક્ત કરી શકશે? આ જગતના કોઈ પણ જીવના જીવન જીવવાના હક્કને છીનવી લેવા તે સભ્યતા નહિ પણ સરિયામ ઘાતકીપણું છે, ભયાનક પ્રકારની નિર્દયતા છે, નિધુરતા, છે, હૃદયહીનતા છે. સંસ્કૃતિની શુદ્ધિ અને વૃદ્ધિ દયાની શુદ્ધિ અને વૃદ્ધિ અનુસાર થાય છે અને તેના આધાર ઉપર તે–તે રાષ્ટ્રની પ્રજાઓની આધ્યાત્મિક પ્રતિભા વિકાસ પામે છે. એ પ્રાણીઓ કે જે આ દેશમાં જન્મ્યા છે અને આ દેશમાં જીવે છે તેમની સાથે એક દેશવાસી તરીકે આપણે કોઈ સંબંધ ખરો કે કેમ ? તેમ જ તેમના ઉપકારો તળે આપણે છીએ કે કેમ ? તેનો જો શાંત ચિત્તે વિચાર કરીએ તો તેમને બચાવવાની એક પણ તકને આપણે કદીયે જતી ન કરીએ. મોટો તે જે બીજાને બચાવીને જીવે. હિંસા માનવને રાક્ષસ બનાવે છે. પ્રજાજીવનની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, હિંસા દ્વારા આવ્યો નથી તેમ જ આવવાનો નથી. નિરપરાધી પશુઓને કતલખાનામાં ધકેલી દેવાની યોજનાને આકાર આપવા માટે તૈયાર થયેલા ભારત સરકારના આગેવાન ભાઈઓ એમ ન માને કે તેમને કોઈ પૂછનાર નથી. કતલખાનાં ! તે સરકાર સ્વયં ઊભા કરે ? ભારતના હૃદયરૂપ અહિંસા સાથે રમત કરનારા આગેવાનો ભારતીય પ્રજાના ૨૫૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy