SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયમાંથી પોતાનું સ્થાન ગૂમાવતા જાય છે, એ તેઓ ન ભૂલે. અહિંસાના બનીને રહેનારા જ ભારતની પ્રજાના બની શક્યા છે, એ હકીકત ભારત સરકારના વર્તમાન અગ્રણીઓ બરાબર નોંધી લે. ભારતીય પ્રજાનું હૃદય, દયાને વરેલું છે, નહિ કે હત્યાને. એ હૃદયમાં કેવળ માનવને જ નહિ, પરંતુ પશુ-પંખી અને જળચરોને પણ ઇજ્જતભર્યું સ્થાન છે. ભારતના હૃદયને ભ્રષ્ટ કરવાની છોકરમત કરનારા અનેક આજ સુધીમાં કાળની ઠોકરે ચઢ્યા છે, હતા ન હતા થઈ ગયા છે, ઇતિહાસમાં વગોવાઈ ગયા છે. રાજ્ય એનો ધર્મ ચૂકે છે, ત્યારે પ્રજા પાસે ધર્મ પળાવવાની તેની પાત્રતા ખૂબ જ ઝાંખી પડી જાય છે. આગેવાનીભર્યા હોદ્દે બેસીને જો તે હોદ્દાને લાયકની ફરજો અદા ન કરી શકાતી હોય તો બહેતર છે કે તે હોદ્દાનો ત્યાગ કરી દેવો. સ્વાર્થના ભારણ તળે દબાયેલા દયાના પવિત્ર ઝરણાને જો આપણે સૂકાઈ જવા દઈશું તો એક મહાન પ્રજા તરીકેનું આપણું અસ્તિત્વ ભારે જોખમમાં મૂકાઈ જશે. ત્યાગી અને પરોપકારી મહાસંતોના આપણે વારસદાર છીએ, આપણા પ્રાણોને તેમના નામે જગાડવાની પળ આવી ચૂકી છે. તેમાં જો પ્રમાદ સેવીશું કે બહાના કાઢીશું તો આપણે કૃતઘ્ની ઠરીશું, અપકારી તરીકે ઇતિહાસ આપણી નોંધ લેશે, કાળ આપણને ઠોકરે મા૨શે. માનવીને જે રીતે પોતાના મોતની વાત કઠે છે, તે જ રીતે કતલખાનાની વાત પણ કઠવી જોઈએ. અને તો તેને બંધ કરાવવાના પ્રયત્નોમાં આપણે સમયસર સફળ થઈશું. દયાની પ્રધાનતાવાળા આ દેશમાં કતલખાનાં ઊભા કરવાની યોજના એ ભારતીય સંસ્કૃતિના પવિત્ર અંગ ઉપર નસ્તર મૂકનારી ઘાતકી યોજના છે એ સત્ય ‘સત્યમેવ જયતે’ના સૂત્રને અપનાવનારી સરકારના જવાબદાર ભાઈઓ સાવ વિસરી ગયા જણાય છે ! ભારતીય સંસ્કૃતિ ઉપરની આ ભયાનક આફતને ટાળવા માટે બધા ભારતીય બંધુઓએ એક અવાજે કેન્દ્રના તેમ જ પોતપોતાના પ્રાન્તના આગેવાનોને સમજાવવા જોઈએ. અને કદાચ ન સમજે તો લઈ શકાય તેવાં જલદ પગલાં ભરવાં માટે તત્કાળ નિર્ણય લેવો જોઈએ. ‘મા ભારતી'ના લલાટે કતલખાનારૂપી કાળી ટીલી ચોડવાનું અધમ કૃત્ય ન કરવાની ભારત સરકારના આગેવાનોને મારી નમ્ર અરજ છે. ધર્મ-ચિંતન ૦ ૨૫૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy