________________
બુદ્ધિ અને શ્રદ્ધા
(શ્રદ્ધા અને વિવેકપૂર્વક સન્માર્ગે ચાલવાથી જીવન સફળ થવા સંબંધી સ્પષ્ટ હકીકત આ લેખ કહી રહ્યો છે. સં.)
ચારે તરફ બુદ્ધિની બોલબાલા થઈ રહી છે. કોઈ તેને “બળની જનેતા' કહે છે, કોઈ તેને લક્ષ્મીની ઉત્પાદિકા' માને છે. તો કોઈ તેને “સર્વકાર્ય સિદ્ધિકરી” જણાવી તેનું વારંવાર અભિવાદન કરે છે. પરંતુ મહાપુરુષો તેમાં સંમત થતા નથી, તેઓ કહે છે કે જીવમાં ધારણ-પોષણ માટે બુદ્ધિની આવશ્યકતા છે અને તેને ખીલવવામાં કોઈ હરકત નથી, પણ તેનો સદુપયોગ થાય તો જ લાભકારી છે, અન્યથા મહાઅનર્થનો હેતુ થાય છે અને મનુષ્યને દુ:ખ દાવાનલમાં સપડાવાનો સમય આવે છે.
કેટલાક બુદ્ધિની તર્ક કરવાની શક્તિ પર આક્રીન છે. પણ તર્ક કરવાનું દરેક વખતે લાભદાયી હોતું નથી. તેમાંયે કુતર્ક થયો તો ભારે નુકશાન પહોંચે છે અને કેટલીકવાર તો પ્રાણની હાનિ પણ થાય છે.
એક મનુષ્ય ઘણો બુદ્ધિશાળી હતો, તર્ક કરવામાં કુશળ હતો. તર્કના બળે તે ગમે તે વાતનું ખંડન કરી શકતો અને સામાને ચૂપ કરી દેતો. એક વખત તે એકી શેરીમાંથી ચાલ્યો જતો હતો, ત્યાં સામેથી હાથી આવ્યો, ઉપર મહાવત બેઠેલો હતો, પણ હાથી મસ્તીએ ચડ્યો હતો, એટલે કાબૂમાં રહેતો ન હતો. આથી મહાવતે બૂમ મારીને ચેતવણી આપી કે “આલ્યા ! નાસી જા, નહિતર આ હાથી તને મારી નાખશે.”
આ શબ્દો સાંભળી બુદ્ધિશાળીએ કહ્યું કે, અરે મહાવત ! આ હાથી અડીને મારશે કે અડ્યા વિના ? જો અડીને મારી શકતો હોય તો તું એને અડીને રહેલો છે, છતાં જીવતો કેમ રહ્યો છે ? અને જો અડ્યા વિના જ મારી શકતો હોય તો ગમે તેટલે દૂર નાસી જવાથી શું? તે ત્યાં પણ મરવાનો. તે બુદ્ધિશાળી આવો તર્ક કરીને માર્ગમાંથી હક્યો નહિ. એવામાં હાથી આવ્યો. તેણે એને સૂંઢથી પકડ્યો અને જમીન સાથે પટકી તેના પર પોતાનો વજનદાર પગ મૂક્યો, એટલે તેના સોયે વર્ષ પૂરા થઈ ગયા. જો આ બુદ્ધિશાળીએ હાથીનો સ્વભાવ જાણનાર અનુભવીનું કહેવું માન્યું હોત તો તેની આ દુર્દશા થાત નહિ, એ નિશ્ચિત છે.
બુદ્ધિવાદીઓ જીવનભર તર્ક કર્યા કરે છે. અનુભવી પુરુષોનું કહેવું લક્ષમાં લઈને કંઈ આત્મહિત સાધતા નથી અને કાળરૂપી હાથી આવી પહોંચતા ભૂંડા હાલે મોતને ભેટે છે, એ શું ઓછું શોચનીય છે?
બુદ્ધિમાં બળ છે, પણ શ્રદ્ધાની તુલનામાં કંઈ જ નહિ, થોડી આપત્તિ આવી, થોડું કષ્ટ પડ્યું કે બુદ્ધિ ચલિત થઈ જાય છે અને તેનું બળ ખલાસ થઈ જાય છે, જ્યારે
૨૦ ધર્મ-ચિંતન