SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હું જ સુખી થાઉં, હું જ ગુણી બનું, મને દુઃખ ન મળો, મારા દોષ બધા જ ખમી ખાઓ, આ પ્રકારે હુંપણાની લાગણી ચિત્તમાં ચિન્તા, ભય અને શોકની • વૃત્તિઓરૂપી સંક્લેશ અને દુઃખને પેદા કર્યા જ કરે છે. તેમાંથી છુટવાનો પહેલો ઉપાય સર્વ સુખી થાઓ, સર્વ ગુણી બનો, સર્વ દુઃખમુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ, એ ભાવનાનો દઢ અભ્યાસ છે. બીજાના સુખ માટે ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો, બીજાના દોષ પ્રત્યે ઉદાર બનવું. એ સંક્લેશ નિવારણનો બીજો ઉપાય છે. એટલે કે બધા મારી ચિંતા કરો, બધા મારી પ્રશંસા કરો,' ‘બધા મારું દુ:ખ નિવારણ કરો,' અને ‘બધા મારા દોષોને ખમી ખાઓ,' એ વિચારનો સ્થાને, ‘હું બધાની ચિંતા કરું,' ‘હું બીજાના દોષ ખમી ખાઉં, એ જાતિના વિચારને વિકસાવવા ઉદ્યમશીલ બનવું.’ મૈત્રીરૂપી માતાની આ રીતે ઉપાસના કરવાની વિશ્વપ્રેમની દૃષ્ટિ ખૂલે છે અને એ દૃષ્ટિ ખૂલવાથી વિશ્વપ્રેમી એવા પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ અને ઉપાસનામાં રસ પેદા થવા સાથે એમની આજ્ઞાના પાલન માટે જરૂરી વીર્ષોલ્લાસ જાગે છે. શ્રીનવકાર માહાત્મ્ય નૈયા મળી નવકારની એ ઘાટ ગુરુના લઈ ગઈ, ગુરુએ બતાવી વાટ જે પરમાત્મપદમાં મળી ગઈ, સૌભાગ્યની શરણાઈ વાગે સાંભળો મહામંત્રની, આત્મા બને પરમાત્મા એ કરામત નવકારની. ચૈતન્યના ગુણધર્મનું પ્રતિબિંબ છે નવકારમાં, ને આત્મદર્શનનું વિરલ દર્પણ જડે નવકારમાં. પરમાત્મસમદર્શિત્વની સિદ્ધિ મળે નવકારમાં, આત્મા બને પરમાત્મા એ કરામત નવકારમાં. સૌ રંગનો મહારંગ મંગલ મંત્ર આ નવકાર છે, સૌ છંદનો મહાછંદ મંગલ મંત્ર આ નવકાર છે. સૌ કાળનો મહાકાળ મંગળ મંત્ર આ નવકાર છે, આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. ભવિતવ્યતાનો ઘાટ પણ ઘડનાર આ નવકાર છે, પ્રારબ્ધસર્જક કર્મનો શિરતાજ પણ નવકાર છે, પુરુષાર્થની પગદંડીનો પરકાશ આ નવકાર છે. આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. ઘાતી અઘાતી કર્મદળનો વિજેતા નવકાર છે, અદ્ભુત કેવલજ્ઞાનની પ્રાપ્તિ તણો આધાર છે, સાધો મહા એ મંત્રને તો સિદ્ધ બેડો પાર છે, આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. - ‘વનવાસી’ ધર્મ-ચિંતન ૦ ૨૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy