SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમોવડે વૃત્તિઓનું નિયંત્રણ થાય છે. વૃત્તિઓ નિયંત્રિત થતાં પ્રભુ આજ્ઞાપરાયણ બનવાનો ભાવ વધે છે. જે પોતાની જાતને નિયમમાં ન રાખી શકે તે ભાગ્યે જ પરહિતની ભૂમિકાને પાત્ર બની શકે. નિયમવડે સાધક બહારથી સંકેલાય છે અને અંદરથી મોટો થાય છે. બહારથી સંકેલાવાથી તે બીજાને ખૂબ જ ઓછો હરકતકર્તા નીવડે છે. અંદરથી મોટો થવાથી તે જગતના સર્વ આત્માઓની આધ્યાત્મિક ઉન્નતિની ભાવના ભાવી શકે છે. ભાવના ભાવવામાં પાંચ ઇન્દ્રિયો અને મનનો પૂરેપૂરો સહકાર ત્યારે જ શક્ય બને છે, જ્યારે તેમાંની વિષયોનુખતા અને ચંચળતા ઘટે છે. ચિત્તની ચંચળતા શમે છે મહામંત્ર શ્રીનવકારના જાપથી. ઇન્દ્રિયોની વિષયોનુખતા ઓસરવા માંડે છે, અંગીકાર કરેલા વ્રત-નિયમોના દઢ પાલનથી. પરને જોતાં વેંત તેનામાં પોતાને સહુથી પ્રથમ દર્શન કોના થાય છે, તેના ઉપર સાધકના પોતાના આંતરિક વિકાસની માત્રાનું માપ નીકળી શકે. રસ્તે જતા ભિક્ષુકમાં કર્મસત્તા નીચે દબાયેલા આત્માનું દર્શન થવું જોઈએ. એ દર્શનમાંથી આત્માની અનંતશક્તિને રૂંધનારા પાપકર્મોના સંબંધમાં ન આવવું પડે તેવી રીતનું જીવન જીવવાની ઉપકારી ભગવંતોની આજ્ઞાના પાલનની ભાવના જાગવી જોઈએ એ ભાવનાથી ભાવિત થયેલા પોતાના ચિત્તમાં જગતના બધા જીવોને પોતે કઈ રીતે વધુમાં વધુ સહાયભૂત બની શકે તેવી ચિંતનપરંપરા સર્જાવી જોઈએ. પરહિતની જવાબદારીનું ભાન, ભવનિર્વેદમાં પરિણમે છે. દુઃખીનું દુઃખ ઘટાડવાના કાર્યનો મંગળ પ્રારંભ પોતાની વૃત્તિઓ ઉપરના સંયમથી થાય છે. વૃત્તિઓ ઉપરના સંયમ સિવાય પ્રવૃત્તિમાં ઓજસ ન પ્રગટે, પ્રવૃત્તિમાં ઓજસ ન પ્રગટે તો તેની પરહિતકરક્ષમતા ખૂબ જ અલ્પ રહે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અનંત આત્મશક્તિના ગુણગાનમાં રમણતા કરનારો સાધક, પોતાના આત્માની દીન દશા જોઈને ખૂબ જ સચિંત બને. તેની અનંત શક્તિને ૨૪૨ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy