SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ - વસંતપુરમાં આશંકરના અવસાનની વાત પ્રસરી ગઈ. નગરજનોમાં શોક છવાયો. બ્રહ્મસેન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો. સાધર્મિકના વિરહે એના પથ્થરહૈયાને પીગળાવી નાંખ્યું. ક્ષેમકરને શોક રહિત જોઈ બ્રહ્મસેને કહ્યું–શું ધર્મી આત્મા પથ્થરદીલના હશે? ક્ષેમકરે કહ્યું–‘બ્રહ્મસેન ! ભાઈના મૃત્યુથી મારી આંખમાં આંસુ નથી, મુખપર ગ્લાનિ નથી, તેથી તું મારા હૃદયને કઠોર કહ્યું છે, પરંતુ હું અવધિજ્ઞાનના પ્રકાશમાં મારા ભાઈની પરલોક યાત્રા જોઈ રહ્યો છું. તે સદ્ગતિગામી બન્યો છે. દૈવીભોગોનો સ્વામી બન્યો છે. જન્મમરણનો અંત લાવનાર ધર્મ તેને આત્મસાત્ બની ચૂકયો છે. હમણાં જ તે આવશે અને મારા ઘર પર સોનૈયાની વૃષ્ટિ કરશે.' વળી બ્રહ્મસેન ! કાળની ફાળ કોના પર નથી ત્રાટકી ? નિર્ધન હો કે ધનવાન ! રંક હો યા રાજા ! પંડિત હો યા મૂર્ખ ! દેવ હો યા દેવેન્દ્ર ! ચક્રવર્તી હો કે તીર્થંકરદેવ હો ! એક દિ મૃત્યુ સહુને લઈ જાય છે. કર્મ અને કાળના ક્રમ મુજબ જે વાતો અને તેમાં વિવેકી આત્માએ શા માટે સંતાપ ધરવો ?” શો ધ વિવિનામૂ શોકના પ્રસંગોમાં વિવેકી આત્મા એ ચિત્તની પ્રસન્નતા જાળવવી અને શોકને નિવારનારા કલ્યાણ અનુષ્ઠાનોમાં ચિત્ત પરોવી દેવું.” - “આશંકરનું જીવન સુધર્યું ! મૃત્યુ મહોત્સવરૂપ બન્યું ! પરલોક મહાસુખમય બન્યો ! તો તું જ કહે આ બધાથી મારે શોક કરવો કે સંતોષ અનુભવવો ?” - ક્ષેમંકરના અમૃત તુલ્ય વચનોના આશ્વાસનથી બ્રહ્મસેન સ્વસ્થ બન્યો. ધર્મચર્ચા જામી. શાંતરસનો સાગર ત્યાં હિલોળે ચઢ્યો. ક્ષેમકરની તત્ત્વમીમાંસામાં આબાલગોપાલ મુગ્ધ બન્યા. - ત્યાં એકાએક આકાશમાર્ગે ઉદ્યોત થયો. પ્રકાશનો પૂંજ પથરાયો. કોઈ દિવ્ય વિભૂતિ પૃથ્વીપટપર અવતરી. તે તેના મુખપર તેજનો અંબાર હતો, પ્રસન્નતાની સુરખી હતી, કોઈ અગોચર આનંદ હતો. એ વિભૂતિ કોણ હતી ? આશંકરદેવ. એ આવ્યો ને હેમંકરના ચરણોમાં ઝુકી પડ્યો. તેના કૃતજ્ઞતાવાસિત હૈયામાંથી ઉદ્ગાર નીકળ્યા. “હે વડીલબંધુ ! તમે સાચા બંધુ છો. મને ધર્મનું અમૃત પાઈ અમરત્વ અપાવ્યું ! તમારા કેટલા ગુણ ગાઉં? મારા જનમ જનમના ઉપકારી છો ! ગુરુ છો ! નાથ છો.” ધર્મ-ચિંતન • ૩૮૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy