________________
અહો ! નિષ્કામ અને નિર્મમભાવથી કરેલી ધર્મસાધનાનો કેવો અજબ પ્રભાવ ! બ્રહ્મસે નો પ્રમોદભાવ ખીલી ઉઠ્યો.
બીજાના સુકૃતને જોઈ, ગુણોને નિહાળી ધર્માત્માનું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. સૌ કોઈ એ જ રીતે, એ જ માર્ગે સુકૃતના શિખરે, ગુણોની ટોચે પહોંચી શકે છે, એ હકીકત છે.
બીજાના દોષ જોવાથી આપણને શું મળે? ગુણ કે દોષ ? માલ કે માર ? આબાદી કે બરબાદી ? ઉન્નતિ કે અવનતિ ?
જો તમારી આ વાત સત્ય ઠરશે તો હું પર્વતિથિએ પૌષધની આરાધના કદી છોડીશ નહિ” બ્રહ્મસેને કહ્યું.
(૪)
છ મહિના વીતતાં શી વાર ! આભંયકરનો અંતિમકાળ નજીક આવી રહ્યો છે, આ પરંતુ એને મૃત્યુનો લેશ માત્ર ભય નથી. મૃત્યુનો ડર તો એને લાગે કે જેણે જીવનને પાપાચરણની મેશથી કાળું કર્યું હોય, સ્વાર્થની જ સાધનામાં વિતાવ્યું હોય !
ક્ષેમકરની આગાહીનો આજે દિવસ છે.
જીવનમાં કરેલી ધર્મસાધનાઓ અને પરાર્થરસિકતાએ આશંકરને સમાધિની ભેટ ધરી છે. આજે તે ખૂબ જ જાગ્રત છે. આત્મામાં જ મગ્ન છે.
માણસ પોતાનો ફોટો પડાવતાં, વિદ્યાર્થી પરીક્ષાનું પેપર લખતાં કેવો જાગ્રત રહે?
આભંકરે પૌષધની પવિત્ર સાધના સાથે ચિત્તમાં પંચપરમેષ્ઠિને વસાવ્યા. સર્વ સાંસારિક સંબંધોને વોસિરાવી દીધા. વિશ્વજંતુઓ સાથે ક્ષમાની આપ-લે કરી, તેઓ સાથે મૈત્રી બાંધી.
પરભવની મુસાફરીએ જતા વહાલા બંધુને વિદાય આપવા ક્ષેમકર સજ્જ થયો. આશંકરને સંથારો પાથરી આપી અંતિમ આરાધના કરાવે છે.
મારો સહોદર ! એને સદ્ગતિનો પથિક બનાવી દઉં ! દુર્ગતિઓની દુર્દશાઓમાંથી ઉગારી લઉં ! મુક્તિના માર્ગે ચઢાવી દઉં !
આશંકરની જીભે નવકારમંત્રનું રટન ચાલતું હતું. હૃદય સર્વ જીવો સાથેના આત્મસમભાવનું દર્શન કરી રહ્યું હતું, એની આંખો ઘેરાવા લાગી. જનસમુદાયે નવકારનો મંગલધ્વનિ ગજવ્યો. જોતજોતામાં આશંકરનો આત્મા પાર્થિવ દેહ છોડી ગયો....દેવોની દિવ્યનગરીનો વાસી બની ગયો.
૩૮૪ - ધર્મ-ચિંતન