SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ આખી સભાએ આશંકરદેવને નિહાળ્યો. સહુને પ્રતીતિ થઈ કે “આશંકર મૃત્યુ બાદ દેવ થયો છે, ક્ષેમકરની ભવ્ય જ્ઞાનપ્રતિભાએ એના હૃદયમાં સ્થાન જમાવ્યું. જિનધર્મની પ્રીતિ ગાઢ બની. પૌષધવ્રતનો તે રસિયો બન્યો. પર્વતિથિએ કદી પૌષધ ચૂકે નહિ. સાંસારિક પ્રવૃત્તિઓથી કદી પૌષધ ચૂકે નહિ. સાંસારિક પ્રવૃત્તિઓથી પરાÉખ થઈ ધર્મધ્યાનમાં મગ્ન બની જતાં રાત્રિના સમયે પણ કાસ્સગ્નમાં ઊભો રહેતો. દિન પછી દિન ગયા. વર્ષ પછી વર્ષ વીત્યા. બ્રહ્મસેનની આર્થિક સ્થિતિ કથળી ગઈ. કર્મની કેવી વિચિત્રતા ! આધ્યાત્મિકતાની સપાટીએ બેઠેલા આત્માનું પણ ભૌતિક અધઃપતન સર્જી દેતાં કરમને કશી શરમ નહિ. પરંતુ વાંધો નહિ ! એ ઊંચી ભૂમિકાએ આવતી ભૌતિકભીડ ચિત્તને પડતી નથી. શાંતિને હરતી નથી. બ્રહ્મસેનને કર્મની લીલાનું પૂરેપૂરું ભાન હતું, તેણે વિચાર્યું. “જીવ ! તું જરાયે મુંઝાઈશ નહિ. ભૌતિક અપૂર્ણતા આત્મિક પૂર્ણતામાં લેશ પણ બાધક નથી. તું ધનધાન્યથી ભલે અપૂર્ણ બન્યો પણ આત્મિક સંપત્તિની નિકટ જઈ રહ્યો છું ! પૌદ્ગલિક ન્યૂનતામાં રખે તારી જાતને ન્યૂન માનતો ! પરમેષ્ઠિ ભગવંતોના સહારે સાચીપૂર્ણતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે, તેનો મહાઆનંદ લૂંટજે !” નિરાશાના પાશ તૂટ્યા. પ્રસન્નતા અખંડ રહી. પણ તવંગર મટી કંગાલ પરિસ્થિતિ વચ્ચે વસંતપુરમાં વસવું એને વ્યવહારવિરુદ્ધ લાગ્યું—ખટક્યું. ' જગત એટલે ચર્મચક્ષુથી જોનારું ! તેના તરફથી થતી અપકીર્તિને સહવી ક્યારેક કઠીન થઈ પડે છે. તે કુટુંબ સહિત વસંતપુર છોડી ગયો. પણ, આધ્યાત્મિકતાની વસંત તેને છોડે તેમ ન હતી. તેની મગ્નતામાં દરિદ્રતાનું દુઃખ ભૂલી જઈ તે સાચી અમીરી અનુભવવા લાગ્યો. બ્રહ્મસેન વસંતપુરથી થોડેક દૂર એક પલ્લીમાં આવ્યો. પલ્લીપતિએ બ્રહ્મસેનનો અતિથિસત્કાર કર્યો અને રહેવા માટે સ્થાન આપ્યું. બ્રહ્મસેને નાની સરખી દુકાન ખોલી, નીતિ અને પ્રીતિથી પલ્લીવાસીઓના દિલ જીતી લીધાં. ૩૮૬૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy