SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મસેનના પ્રેમાળ સ્વભાવથી આકર્ષાઈને નાના નાના બોળકો ભેગા થઈ જતાં. બ્રહ્મસેન.તેમને મધુરા સ્મિતથી ન્હવડાવતો અને સંસ્કારપોષક નાનકડી કથાઓ કહેતો. રોજ રાતે બ્રહ્મસેનના ઘરઆંગણે પલ્લીવાસીઓ ભેગા થતા. પૂર્વ ઋષિમહર્ષિઓની અને મહાસતીઓની બોધક અને રોચક કથાઓ દ્વારા બ્રહ્મસેને સૌને આકર્ષ્યા હતા. બ્રહ્મસેન એક સજ્જન એક મહાજન તરીકે સૌના દિલમાં વસી ગયો. ફરી ભાગ્યોદય થયો. બ્રહ્મસેનનો વ્યાપાર પૂરજોશમાં ચાલ્યો. પણ, પર્વતિથિએ એની દુકાન બંધ રહેતી. સૌ જાણી ગયા હતા કે બ્રહ્મસેન પર્વના દિવસે સાંસારિક સર્વ પ્રવૃત્તિ બંધ કરી પૌષધવ્રતમાં રહે છે. જ્ઞાન-ધ્યાન, તત્ત્વચિંતન અને કાઉસગ્ગની સાધના કરે છે. એક અવસરે દૂરદેશથી ચાર રાજકુમારો કરુણ હાલતે ત્યાં આવી ચઢ્યા. તેમનું રાજ્ય લુંટાઈ ગયું હતું, તેઓ નિરાધાર બન્યા હતા. બ્રહ્મસેનના હૃદયમાં કરુણા ઊભરાઈ. તે બીજાનાં સુખ-દુઃખને જાણવાસમજવામાં કાબેલ હતો. બીજાના સુખ-દુઃખને તે પોતાના જ સુખ-દુઃખ માનતો. તેણે ચારે રાજકુમાર્સને આશરો આપ્યો અને દુકાનનું યોગ્ય કામ તેમને સોંપ્યું. રાજકુમારોએ પણ જાણ્યું કે—“પર્વદિવસોમાં બ્રહ્મસેન પૌષધવ્રતમાં રહે છે.” રાજકુમારોના મનમાં કુબુદ્ધિ જાગી. કોઈ પર્વના દિવસે બ્રહ્મસેનનું ધન લુંટવાનો, માલ તફડાવી લેવાની કુબુદ્ધિ તેઓને સુઝી. તે માટે તેઓએ નિર્ણય કર્યો. સંસારની કેવી વિચિત્રતા ! વિશ્વના ચોગાનમાં કૃતઘ્નતાનું કેવું આ તાંડવનૃત્ય ! સ્વાર્થની કેવી પરાકાષ્ઠા અને પાશવલીલા ! એકના હાસ્યમાં બીજાનું રૂદન ! એકના મહેલમાં બીજાની જેલ ! એકના મરણમાં બીજાનું જીવન ! (6) કૃષ્ણપક્ષની અંધારી રાત હતી. ચતુર્દશીનો પૌષધ લઈ શ્રાવક બ્રહ્મસેન ધ્યાનમાં ઊભો હતો. હૃદયને વજ્ર બનાવી ચારે રાજકુમારોએ બ્રહ્મસેનના ઘરમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે ઠીક ઠીક માલમિલ્કત ભેગી કરી. બ્રહ્મસેને ધ્યાન પૂરું કર્યું. કુમારોને જોયા, ઓળખ્યા, તેના મનમાં વિકલ્પ ઉઠ્યો— “અરે ! આ કુમારોને મેં આશરો આપ્યો, જોઈતું ધન આપ્યું, જીવન સુખી બનાવ્યું, છતાં આ ઘોરપાપાચરણ...?' ધર્મ-ચિંતન ૦ ૩૮૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy