SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે અને તેની મર્યાદા બહુ ટુંકી હદમાં આવી જાય છે, પરંતુ જ્યારે વિશ્વનાં સુખ ભણી દૃષ્ટિ કરે છે અને તેમનું સુખ સાચવવા પ્રયત્નશીલ બને છે ત્યારે તે તેની ભાવનાના પ્રમાણમાં વિકસિત થાય છે. મતલબ કે જે પ્રમાણમાં મનુષ્ય સુખનો ભોગ આપી શકે તે પ્રમાણમાં તેની મહત્તા છે. “ભાવના વિનાશિની' એ શબ્દો આવી ઉચ્ચ ભાવના માટે યોજાયેલા છે. દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મના મુખ્ય અંગોમાં ભાવનાની મુખ્યતા હંમેશાં ગવાઈ રહી છે. તેમ જ “યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિતાદશી—એ મહાનું વાક્યનો, વિજયઘોષ ઉચ્ચ સ્વરે પ્રત્યેક દર્શનકાર કરી રહેલા છે. જેમ ઉચ્ચ આચાર ઉચ્ચ ભાવનાને પ્રકટાવે છે તેમ ઉચ્ચ ભાવના ઉચ્ચ આચારને ટકાવી રાખે છે. પરસ્પરનો સંબંધ અવિચ્છિન્ન છે, હું કુદરતનું એક હથિયાર છું, કાર્યસંકલનાઓ મારા મારફત ફલવતી થાય છે–એવી ભાવના આત્મબળની પોષક છે અને એ ભાવના પ્રકાશિત કરવા માટે જ અથવા બીજા શબ્દોમાં “અંતરાત્મપણું' પ્રકટ કરવા માટે જ સત્સંગ અને સદ્ગુરુના ઉપદેશો છે. આત્માનું સાચું સ્વાતંત્ર્ય સ્વચ્છંદ પ્રવૃત્તિમાં નથી. એમર્સન વગેરે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞો કહે છે કે–“અંતઃકરણ જે પ્રમાણે વર્તવાનું કહે છે તે પ્રમાણે દરેક મનુષ્ય વર્તવું પરંતુ જૈન દૃષ્ટિએ આ એક અપેક્ષાએ સત્ય છે. કેમ કે અંતઃકરણ પ્રમાણે વર્તવા જતા તે અંતઃકરણનું વિચાર સામર્થ્ય જ્યાં સુધી બળવત્તર અને હંમેશાં શુભ પરિણામ ઉત્પન્ન કરવા લાયક થયું હોતું નથી ત્યાં સુધીમાં અમુક ભૂમિકા પ્રાપ્ત કર્યા વગરના અંતઃકરણના અવાજ અનુસાર ચાલવું તે સાહસ છે. માટે જ શ્રદ્ધા, શાસ્ત્રમર્યાદા અને સત્સંગ તેમ જ જીવનકાળના આજુબાજુના પ્રસંગો તરફ દષ્ટિપાત કરવાની જરૂર હોય છે અને એ પ્રસગો ઉપરથી થયેલી કાર્યાકાર્યની પદ્ધતિનો અંતઃકરણ નિર્ણય કરે, તદનુસાર વર્તવું એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. ગમે તેવા હર્ષ, શોક, સુખ-દુ:ખના પ્રસંગોમાં પોતાને નિર્બળતા ન સ્પર્શ થવા દેવામાં ખરેખરું આત્મબળ પ્રકટ કરવાની શરૂઆત થાય છે, “હું મારા સ્વરૂપનો માલીક છું, કર્મજન્ય નિમિત્તોને વશ થઈ તેની પ્રકૃતિ અનુસાર મારે તેના પ્રવાહમાં તણાવું કે નહિ તે મારી ઈચ્છાનો વિષય છે-એમ દઢતાથી વિચારવામાં જ આત્માનું સાચું સ્વાતંત્ર્ય છે. ભાવનાબળનું મૂળ તત્ત્વ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક હોવી એ અનેક જન્મોની સર્વજ્ઞશાસનસેવાના પરિણામે પ્રકટ થાય છે. સર્વજ્ઞ શાસનનું ખરું રહસ્ય સમજનાર આત્મા કર્મના પ્રકારોને સારી રીતે તેના મર્મસ્પર્શી પ્રહારોના પરિણામપૂર્વક જાણે છે: બાહ્ય સામગ્રીથી નિર્બળ આત્માઓ જલ્દી રંગાઈ જાય છે, પરંતુ વીર્યવાન અને ૩૫૪ : ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy