SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Elgll als! 241451 (Cosmic view point and Individual view point) વિકસિત અવસ્થાનાં સત્યો તથા પ્રારંભ અવસ્થાનાં સત્યોનો સમન્વય કરી શકે છે. ક્યાંય થોડી સત્ પ્રવૃત્તિ થતી હોય તો સાધકે વિચારવું કે “આ બીજમાંથી અંકુર જાગશે. સત્ પ્રવૃત્તિનો કંઈને કંઈ લાભ તો થશે જ.” બીજા માટેના આ વિચારે સાધક આનંદ પામે, પરંતુ સાધક પોતાની સાધના માટે તો વિચારે કે “મારી સતુ પ્રવૃત્તિમાં વેગ કયારે આવશે ! હજી મારો પુરુષાર્થ ઓછો છે.” સમય સમયનું અપ્રમત્તપણું મારામાં ક્યારે જાગશે !” આ વિચારે સતત શુભભાવનાશીલ રહેવાનો પ્રયત્ન કરે. ધાર્મિક ક્રિયા કે અનુષ્ઠાન કરનારો મોટો વર્ગ એ વાતથી આજે અજાણ છે કે પ્રત્યેક “અનુષ્ઠાન” સ્વત્વના ઉદ્ઘકરણ (Sublimation of Self) માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, તેથી આપણી ગતિ મંદ છે. આ હકીકતથી આપણે પરિચિત થઈએ તો ગતિમાં વેગ આવે. આજે તો આપણે ચુલાના ધીમાં તાપમાં લોખંડનો ટુકડો મૂકી ધીમે હાથે હથોડાથી ટીપીએ છીએ, ક્યારેક આ ટુકડો આકાર પામશે એવી ભ્રમણા સેવીએ છીએ. જીવત્વની નીચેની ભૂમિકામાં આવી ભ્રમણા હોય, પરંતુ માનવીને એ ન શોભે. અને કોઈપણ પ્રામાણિક આરાધકને તો એ ન જ શોભે. માનવ સમય (Human Time) અને માનવ શક્તિ (Human Energy)નો એક એક કણ અતિ કિંમતી છે. મારો લોખંડનો ટુકડો આકાર નથી પામતોતો કેમ નથી પામતો ? હથોડાની ખામી છે ? શું એરણની ખામી છે ? શું હથોડા પાછળ વપરાતા મારા બળની ખામી છે ? કે શું લોખંડને વાળતા પહેલાં જે ભઠ્ઠીમાં તેને ગરમ કરવું પડે, તે ભઠ્ઠીની ખામી છે? માત્ર ઇચ્છા નહિ, ઇચ્છાશક્તિ શું જીવનમાં સાધનાની અનિવાર્ય જરૂરીયાત મને સમજાય છે ? દુર્ભાવો વડે સાધના દૂષિત ન બને, નિષ્ફળ ન બને તે માટેના મારા સર્વ શક્ય પ્રયત્નો છે ? કોઈ કહેશે કે ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનો કરનારમાં ધીમે ધીમે બધુંય ધર્મ-ચિંતન • ૧૧૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy