SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મંગળ, ચાર શરણ શરણાર્થી પોતાનો ભાર બીજો .ઉપાડી લે તે સૌ કોઈને ગમે, અને તેથી જ દરેક મનુષ્ય, એવા કોઈ તત્ત્વની શોધમાં હોય છે કે જેનું શરણ સ્વીકારી પોતે નિશ્ચિંત થઈ શકે. પ્રશ્ન એટલો જ છે કે શરણું લેવું કોનું ? મનુષ્યનું શરણ લેવાથી, મનુષ્ય સર્વજ્ઞ કે સર્વશક્તિમાન નહિ હોવાથી શરણ લેનારનું કાંઈ વળે નહીં. શરણ તો એવાનું જ લેવાય કે જે સદા, સર્વ કાળે, સર્વ પ્રકારે શરણે આવનારનું રક્ષણ કરે. શરણે જના૨માં પણ, જેના શરણે જાય તેની રક્ષણાત્મક શક્તિમાં સંપૂર્ણ, અતૂટ, દૃઢ વિશ્વાસ હોવો જોઈએ અને ભગવાન સિવાય બીજો કોણ રક્ષણહાર થઈ શકે તેમ છે ? સર્વ મહાપુરુષોએ એક જ વાત જુદા જુદા સ્વરૂપે કહી છે. “ઈશ્વરના શરણે જાવ,” “ધર્મના શરણે જાવ,” “સંઘના શરણે જાવ” અને જેના શરણે જાવ તેને સર્વભાવે સંપૂર્ણ સમર્પણ કરો. ‘સમર્પણ' એ શબ્દ છે તો માત્ર ચાર અક્ષરનો પરંતુ, ‘સમર્પણ’ કેટલું મુશ્કેલ છે, એ તો અનુભવે જ જણાય, અને સમર્પણ કોને થઈ શકે ? જેના પ્રત્યે આપણને અહોભાવ—(માન નહિ)–જાગ્યો હોય, તેને જ સમર્પણ થઈ શકે. કોઈના પ્રત્યે આપણને માન હોય તેથી તેને સમર્પણ ન થાય. આપણે રોજના વ્યવહારમાં અનુભવીએ છીએ અને પ્રસંગ આવે કહીએ છીએ કે “મને તમારા પ્રત્યે માન, ઘણું માન છે પણ આ બાબતમાં મને કહેશો નહિ.” ‘અહોભાવ' હોય તો આવો જવાબ આપે જ નહિ. ‘અહોભાવ’ એક વખત જાગે તો પછી જેના પ્રત્યે આપણને ‘અહોભાવ' જાગ્યો હોય, તેને હ૨૫ળે શું ગમશે અને શું નહિ ગમે તે જ આપણા માટે તો મુખ્ય વિષય એટલે દરેક કાર્યનું કેન્દ્ર થઈ રહે છે. વાણી, વર્તન કે વિચાર પૈકી કોઈ વસ્તુ એવી ન હોય કે જે આપણને જેના પ્રત્યે ‘અહોભાવ' જાગ્યો હોય તેને અનુકૂળ ન હોય. પરિણામ એ આવશે કે ચોવીસે કલાક, હર મિનિટ, હર પળે આપણને જેના પ્રત્યે ‘અહોભાવ’ જાગ્યો હશે, તેના જ વિચાર કરતાં થઈ જઈશું અને એ તો એક પ્રસિદ્ધ હકીકત છે કે માણસ જેના વિચાર કરે તેવો તે થાય. ઈયળ, ભમરીનો ન્યાય તો સુવિદિત જ છે. આપણે ઈશ્વરના જ વિચાર કરીએ, ધર્મના જ વિચાર કરીએ તો આપણે તેવા જ થઈએ. જૈન શાસ્ત્રોમાં પણ ચાર મંગલ અને ચાર શરણાં બતાવેલા છે : 'चत्तारी मंगलं- अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवली पन्नुतो धम्मो મંમત ।' ૩૫૬ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy