SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ત્યારે યુરોપીયને લાગ જોઈ રીવોલ્વરમાંથી ગોળી છોડી. અવાજ થયો, પણ જ્યાં ખીમજીભાઈ આંખ ઉઘાડી જુવે છે તો હરણીયાં ચારો કરી રહ્યાં છે અને એકબીજાને ગેલ કરી રહ્યાં હતાં. ખીમજીભાઈને થયું કે, શાસનદેવે મને સહાય કરી, મારી પ્રાર્થનાને સાંભળી, આ જીવોને બચાવ્યા. યુરોપીયનને ગુસ્સો થઈ આવ્યો કે ગોળી છોડવા છતાં એક હરણીયું હેઠે પડ્યું નહિ, ગોળી ખાલી ગઈ, મોઢા ઉપર શરમના શેરડા પડવા સાથે મનમાં કંઈક બડબડવા લાગ્યો. અને રીવોલ્વરને હાથમાંથી ફેંકી દીધી. જાણે રીવોલ્વરે તેનું અપમાન ન કર્યું હોય યુરોપીયન શરમિંદો બની ગયો. શ્રી ખીમજીભાઈ ટાંગામાં બેસી ગયા અને ટાંગો રસ્તો કાપવા લાગ્યો. ઘડીભર તો બન્ને જણ સુમસામ ચૂપ રહ્યા. યુરોપીયનનીં ગરમીનો પારો નીચે ઉતર્યો. શ્રી ખીમજીભાઈએ કહ્યું કે સાહેબ ! વાર્યા ન વળ્યા પણ હાર્યા તો રહ્યા. કોઈના જીવવાના અધિકારને છીનવી લેવાનો આપણને અધિકાર નથી. યુરોપીયને કહ્યું કે આમ કેમ બન્યું? ઈશ્વરે મારી લાજ રાખી. આ મહામંત્રનો પ્રભાવ છે. પછી તો રસ્તે જતાં ઘણી હકીકતો યુરોપીયનને ખીમજીભાઈએ જણાવી અને યુરોપીયને કાન દઈને ધરાઈ-ધરાઈને સાંભળી. આ હતો મહામંત્ર શ્રીનવકારનો પ્રભાવ ! આ હતી મહામંત્ર શ્રીનવકાર ઉપરની અતૂટ શ્રદ્ધા ! 'આ રીતે ખીમજીભાઈએ યુરોપીયનને અહિંસાનો પાઠ ભણાવ્યો. શ્રી ખીમજીભાઈએ શ્રી કુંવરજીભાઈના ફુઆ થાય. મહામંત્ર શ્રીનવકારનો ત્રિસંધ્યાજાપ, ભવવિષયક ગમે તેવા તાપસંતાપને અલ્પ સમયમાં દૂર કરે છે. ધર્મ-ચિંતન • ૪૨૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy