SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રનો પ્રભાવ શ્રી સોમચંદ ડી. શાહ (મહામંત્ર શ્રીનવકારના અમાપ પ્રભાવને બિરદાવતી આ કથા આપણી નમસ્કારભાવરમણતાને વધારવામાં સહાયક નીવડશે. સં.) આ એક સાંભળેલી સત્ય ઘટના છે. હું સંવત ૨૦૧૭ના આસો મહિનામાં મુંબઈ ગયો તે વખતે શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડારવાળા શ્રી કુંવરજીભાઈએ મહામંત્રના પ્રભાવની હકીકત જણાવેલી તે હકીકતને જરા મઠારીને મારા શબ્દોમાં રજૂ કરું છું. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં શ્રી ખીમજીભાઈ હીરજી લોડાયા ધુલીયાથી પાચોરા યુરોપીયન એકઝામીનર સાથે ટાંગા (ઘોડાગાડી)માં જઈ રહ્યા હતા. ' શ્રી ખીમજીભાઈ ગ્રેજ્યુએટ હતા અને પાચોરા સ્કૂલના હેડમાસ્તર હતા. રસ્તામાં યુરોપીયને હરણીયાંનું ટોળું ગેલ કરતું જોયું. યુરોપીયનના મનમાં શિકાર કરવાની ઇચ્છા જાગી. ઝટ દઈને રીવોલ્વર હાથમાં લીધી. શ્રી ખીમજીભાઈ યુરોપીયનની બદદાનતને પારખી ગયા એટલે તરત જ અંગ્રેજીમાં કહ્યું, સાહેબ ! આ શું કરો છો? યુરોપીયને પણ જણાવ્યું કે આ શિકાર કરવાનો આકસ્મિક મોકો મળ્યો છે. સાહેબ ! એ શિકાર કરવાથી મારા હૃદયને દુઃખ થશે અને હરણીયાંનો જાન જશે. સાહેબ એમ કંઈ માને તેમ હતા નહિ, છતાં શ્રી ખીમજીભાઈએ ખૂબ આજીજી કરી કે નિરપરાધી જીવોનો શોખની ખાતર કે મોજ માણવા ખાતર રીવોલ્વરની ગોળીથી સંહાર કરવો એ કોઈ રીતે આપને શોભતું નથી તેમ જ આ હિંસાને મારી નજર સમક્ષ હું જોઈ શકીશ નહિ. પણ ખીમજીભાઈએ જોયું કે આ સાહેબ કેમે કરી માને તેમ નથી એટલે તેમણે છેવટે મહામંત્રનો આશરો લેવા એકદમ ઘોડાગાડીમાંથી કુદી પડી રસ્તામાં જ કાઉસ્સગરૂપે મહામંત્ર શ્રીનવકારનું સ્મરણ કરવા. લાગ્યા. શાસનદેવને પ્રાર્થના કરી કે આ જીવો બચી જવા જોઈએ અને મારી લાજ રહેવી જોઈએ. શ્રી ખીમજીભાઈને અતૂટ શ્રદ્ધા હતી. આંખો મીંચી મહામંત્રનું સ્મરણ કરી રહ્યા ૪૨૮ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy