________________
ધર્મમહાસત્તાની અવગણના અનાદિકાળથી કરી છે. આ મહાપાપનું પ્રાયશ્ચિત. સર્વહિતનો ભાવ કરવા માત્રથી જ થઈ શકે, ધર્મમહાસત્તાને અનુસરવાથી જ થઈ શકે.
અનાદિકાળથી પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ કર્યો છે. અનાદિકાળથી જીવરાશિ પ્રત્યે દ્વેષભાવ કર્યો છે. માત્ર સ્વનું સુખ જ ઇચ્છવું છે, સર્વના સુખની ઉપેક્ષા કરી છે. સર્વના હિતની ચિંતા કયારેય કરી નથી.
પુદ્ગલરાશિ પ્રત્યેનો રાગભાવ નિવારવા માટે જેમનો આ રાગભાવ ગયો છે એવા ત્યાગભાવથી ભરેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવારૂપ નવકાર સમર્થ છે.
જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ નિવારવા માટે સાવઘયોગના ત્યાગના અભ્યાસરૂપ સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવથી ભરેલું, સમત્વ પ્રગટાવનારું સામાયિક સમર્થ છે.
સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે, એવી સાધનાનો સક્રિય અભ્યાસ. આવી સાધના વડે જ જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ ટળશે. સર્વ જીવો પ્રત્યેના દ્વેષભાવને ટાળવો એ સ્વનો સર્વ પ્રત્યેનો યથાર્થ આત્મભાવ છે.
. નવકાર એટલે પોતાનો આત્મા પરમાત્મા તુલ્ય છે એવી સાધનાનો સતત અભ્યાસ. આવી સાધના વડે જ પુદ્ગલરાશિ પ્રત્યેનો રાગભાવ ટળશે. માત્ર વ્યક્તિગત સ્વાર્થની કનિષ્ટ ઇચ્છાનો નાશ થશે. પુદ્ગલ પ્રત્યેના રાગભાવને ટાળવા. એ જ પરમ ઉપકારી પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે.
જયાં સુધી પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ છે ત્યાં સુધી જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ નહિ જાય.
નવકારની સાધના અને સામાયિકની સાધના બન્ને એક બીજાની પૂરક છે. નવકાર વડે ધર્મમહાસત્તાનો શું પરિચય થાય છે ?
શ્રીતીર્થંકરદેવોની આજ્ઞાનું મહત્વ શાથી છે ? વિશ્વવ્યવસ્થામાં “આજ્ઞા'નું સ્થાન કેવું છે?
આ આજ્ઞાનું પાલન કોણ કઈ રીતે કરાવે છે ? આ પ્રશ્નો આપણે વિચારીશું.
૮૮ - ધર્મ-ચિંતન