________________
નવકારનું વિસ્મરણ એટલે ધર્મહાસત્તાથી વિમુખ થવું.
નવકારના વિસ્મરણથી અહંકારભાવ વધે છે, કૃતઘ્નતાભાવ વધે છે, છે, પાપ વધે છે.
નવકારના વિસ્મરણથી અઢારે પાપસ્થાનકો આવે છે.
જો દુર્ગુણો, દુરાચારો, દુષ્ટવૃત્તિઓથી બચવું હોય, જો સદ્ગુણો, સદાચાર તથા સભાવો લાવવા હોય, જો સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવાં હોય તો નવકારનું સ્મરણ કરવું, ધર્મમહાસત્તાની સન્મુખ થવું, ૫૨મ ઉપકારી શ્રીતીર્થંકર પરમાત્માઓના શરણે જવું.
પુણ્ય ઘટે
પરિચય અને પરિણમન નવકાર અને સામાયિક
સુખ પ્રાપ્ત કરવાની પ્રાથમિક યોગ્યતા (Fundametal conditions) નવકારમાં રહેલી છે. ધર્મમહાસત્તાની સહાય પ્રાપ્ત કરવાની મુખ્ય ચાવી (Master key) નવકા૨ છે. નવકાર દ્વારા ધર્મમહાસત્તાની સન્મુખ થવાનું છે. સામાયિક દ્વારા ધર્મમહાસત્તાને અનુસરવાનું છે.
ધર્મમહાસત્તાનો, પરિચય નવકાર વડે પ્રાપ્ત થશે. ધર્મમહાસત્તાનું પરિણમન સામાયિક વડે પ્રાપ્ત થશે.
આધ્યાત્મિક સાધના સફળ કરવા માટે ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડવો અનિવાર્ય છે.
નવકારનું બીજ કૃતજ્ઞતાભાવ છે, સામાયિકનું બીજ પરોપકારભાવ છે. નવકારનો કૃતજ્ઞતાભાવ અવશ્ય સામાયિકના પરોપકારભાવમાં લઈ જાય છે. આ પરોપકારભાવમાં ક્યાંય અહંકારભાવનો પડછાયો પણ નથી કારણ કે તેની પાછળ કૃતજ્ઞતા ભારોભાર ભરી છે.
નવકાર એ સામાયિકનું જ એક પરમઅંગ છે. કારણ કે તે વિચારને સુધારે છે અને વિચાર સુધરવા વડે જ આચાર સુધરે છે. કૃતજ્ઞતા પ્રગટ્યા પછી જ પરોપકાર ફરજરૂપે બને છે. મિથ્યાત્વ ગયા પછી જ જીવનમાં વિરતિ પ્રગટે છે. ધર્મમહાસત્તાની સન્મુખ થયા પછી જ તેને અનુસરવાનું બને છે. પરિચય પછી જ પરિણમન આવે છે. ધર્મમહાસત્તા એટલે વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની સર્વોચ્ચ ભાવના અને તેનું પરિણમન.
સર્વજીવોથી નિરપેક્ષપણે માત્ર સ્વસુખનો ભાવ અમે અનાદિકાળથી કર્યો છે.
ધર્મ-ચિંતન ૦ ૮૭