SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર ધ્વનિની લહરીઓ બાલચંદ હીરાચંદ (આ લેખમાં મંત્રધ્વનિની લહરીઓમાં રહેલી શક્તિની અસરકારકતાનું સુંદર વિવેચન છે. જ્ઞાની ભગવંતોના વચનોમાં શ્રદ્ધા કેળવીને સર્વશક્તિનિધાન મહામંત્ર શ્રીનવકારના જાપના સર્વોચ્ચ પ્રકારના આંદોલનો ફેલાવીને સહુના હિતમાં સક્રિય બનવાની ભાવના છે. સં.) આપણે બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ તેમાં ધ્વનિની લહેરો (Vibrations) તો હોય છે જ. પણ એ કંપ કે લહરીઓ આપણા જીવન ઉપર મર્યાદિત પરિણામ ઉપજાવે છે. કોઈ રાજકારણી વક્તા આવેશમાં એવું ભાષણ કરે છે કે, તેના ભાષણથી લોકભાવના અત્યંત પ્રજવલિત થઈ જાય છે અને લોકક્ષોભ અકસ્માત જાગૃત થઈ જાય છે અને અનેક અણધારેલી ઘટનાઓ જગતમાં જોવા મળે છે. કોઈ ધર્મકારણી વક્તા પણ પોતાના સુંદર વક્તવ્યથી અનેકોને સંસારથી વિમુખ કરી મૂકે છે અને વૈરાગ્યની ભાવના જાજવલ્યમાન કરી મૂકે છે. એમાં મુખ્યત્વે કરી શબ્દરચના, વક્તાની શુદ્ધ બુદ્ધિ, અને ભાવના પ્રદિપ્ત કરવાની કુશલતા એ મુખ્ય હોય છે. જેમ દીવાસળી ચાંપવાથી પ્રાય ઘાસનો ઢગલો ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અંધારામાં પ્રકાશ પણ પાથરી શકાય છે અને તેથી ખાડા ટેકરા કે વિપ્નો જોઈ શકાય છે અને તેમાંથી માર્ગ શોધી શકાય છે. એની ધ્વનિ લહરીઓ આપણી આંખે જોઈ શકાતી નથી. માટે એ નથી જ એમ આપણાથી કેમ કહી શકાય ? કારણ કે તેના પરિણામો પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. અને અનુભવી પણ શકીએ છીએ. વસ્તુ આંખેથી જોઈએ તો જ માનીએ એવો આગ્રહ ખોટો છે. મંત્રોમાં જે શબ્દરચના હોય છે તેમાં સામાન્ય શબ્દો કરતા વિશિષ્ટ પ્રકારની ગોઠવણ હોય છે. ઉપલક દૃષ્ટિથી જોતાં તેમાં એવું કાંઈ હશે એવી કલ્પના આવી શકતી નથી. પણ જ્ઞાનીઓ તેમાં અસામાન્ય અને અદ્ભુત શક્તિ જોઈ અને અનુભવી શકે છે. એ મંત્રની રચનામાં અમુક જાતની સ્વર લહરીઓ ગોઠવેલી હોય છે અને તે લહરીઓ અત્યંત ઊંચે પહોંચી જાય છે અને અત્યંત મોટા ક્ષેત્ર ઉપર તેના પરિણામો પહોંચાડી શકે છે. એ લહરીઓની પ્રક્રિયા સુલભ થાય તે માટે પ્રાર્થના સ્થાનોનું શિખર ઉર્ધ્વગામી અણીઆળા શિખરવાળું એટલે કલશનું બનેલું હોય છે. મંદિર કે મજીદ અને દેવળ જેવા મકાનોની રચના ઉદ્ઘ ટોચવાળી હોય છે, એનો ઉદ્દેશ પણ એવો જ હોય એમ જોવામાં આવે છે. ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાય મશીથી પણ લખાય નહીં, એવું શાસ્ત્રકારો જણાવે છે અને ૨૭૦૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy