SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ .આપનું મિલન મને પોતાને ખૂબ હિતકર નીવડ્યું વાતચીતને વાળી લેતાં મેં નિખાલસ એકરાર કર્યો. ‘એ કઈ રીતે ?’ સહપ્રવાસીબંધુએ સહેતુક પ્રશ્ન કર્યો. ‘મારા વિચારની ધારાને અધિક પવિત્ર બનાવવામાં આપે રજૂ કરેલા વિચારો ખૂબ સહાયભૂત થયા છે એ અપેક્ષાએ.' મેં ખુલાસો કર્યો. ધર્મના સગાને મળવાના જે મહાન લાભ ઉપકારી ભગવંતોએ વર્ણવ્યા છે, એ આજે મને અનુભવે સાચા તેમ જ ઉપકારક પ્રતીત થયા છે.’ ‘કામસેવા હોય તે નિઃસંકોચપણે ફરમાવો,' મેં વળતો જવાબ આપ્યો. ‘કામ એ જ કે ‘હું ધર્મનો સંબંધી બની, સર્વનો સંબંધી બની રહ્યું,' એવી ભાવના આપ મારા માટે રોજ એકવાર અવશ્ય ભાવતા રહો એવી મારી વિનંતીને આપ જરૂર વધાવી‘દેશો.' ‘ખૂબ જ હર્ષપૂર્વક’ કહીને અમે એકમેકથી છૂટા પડ્યા. રૂપાળા બાપનો કદરૂપો છોકરો આ કદરૂપા છોકરાથી વિશ્વ ત્રાસી ગયું છે. એ છોકરાને દૂર કરવાને માટે નાનાથી માંડી મોટા સુધી બધાયે રાત-દિવસ મહેનત કરે છે. પણ એ દૂર થતો નથી. દૂર થવાને બદલે વધુ ને વધુ પડખામાં પેસે છે. એ છોકરાને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કરાયા છે—પણ તે જ પ્રયત્નો તેને અજર-અમર કરનારા બને છે. આ છોકરાથી બચવાનો કોઈ ઉપાય વિશ્વને જડતો નથી. એ કદરૂપા છોકરાનું નામ છે—દુઃખ’. એ છોકરો દૂર નથી થતો તેનું કારણ જગતને નથી સમજાયું. એ કારણ હાથમાં આવી જાય તો એક ક્ષણમાં તે ચાલ્યો જાય. એનું કારણ એ છે કે—એ છોકરાનો બાપ ઘણો જ રૂપાળો છે. જગતને છોકરો નથી ગમતો પણ તેનો બાપ બહુ જ ગમે છે. છોકરાના બાપને લોકો હોંશે હોંશે ઘરમાં ઘાલે છે—એટલે ગાયની પાછળ વાછરડું જાય—એમ બાપ પાછળ એ બેટો ઘરમાં આવે એમાં નવાઈ શું ? એ કદરૂપા છોકરાના બાપનું નામ છે—પાપ.’ દુઃખરૂપી કદરૂપો છોકરો ન ગમતો હોય તો પાપ’રૂપી તેના બાપને પ્રથમ દૂર કરો ભલે તે તમને પ્રિય હોય પણ તેને લઈને તેની સાથે જ તેનો છોકરો તમારો કેડો નહિં મૂકે. જો દુઃખ દૂર કરવું હોય તો પાપથી બચો. -પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર. ધર્મ-ચિંતન ૦ ૪૦૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy