________________
શ્રીતીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની ઉચ્ચતમતા
વસે,
મોટર,
(૧) દ્રવ્યની ઉચ્ચતા તેના ભાવ પરથી માપી શકાય. પ્રભુનો ભાવ બીજા બધા ઉત્તમ આત્માઓના ભાવોને એકઠા કરીએ, તો પણ અનેકગણો ચઢી જાય છે. આજનો દેશ નેતા :
ખાવાને અનાજ, પહેરવાને રહેવાને
ઘર, ફરવાને ભણવાને
નિશાળ, માંદાને ઇસ્પિતાલ પુરી પાડવા ઇચ્છે છે, તેનું નામ દ્રવ્ય દયા છે. સાધુ સંતો :અજ્ઞાનીને
જ્ઞાન, અશ્રદ્ધાળુને આચારહીનને આચાર આપવા ઇચ્છે છે, તેથી તે ભાવ દયા છે. પ્રભુ શું આપવા ઇચ્છે છે? મિથ્યાષ્ટિને
સમ્યગ્દર્શન, મિથ્યાજ્ઞાનીને
સમ્યજ્ઞાન, 'મિથ્યાચારિત્રીને
સમ્યક્યારિત્ર. એ ત્રણ સાધનો વડે સંસારમાં પરિભ્રમણશીલ જીવને મોક્ષનાં અવ્યાબાધ સુખ આપવા ઇચ્છે છે. આનું નામ ઉત્કૃષ્ટ ભાવદયા છે. ભાવદયામાં પણ તારતમ્ય હોય છે. પ્રભુનો ભાવ સર્વને અને પ્રત્યેકને આત્મધન પ્રાપ્ત કરાવવાનો હોવાથી અને તેમના જેવો ઉત્કૃષ્ટભાવ બીજાઓમાં ન જાગતો હોવાથી તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે.
(૨) જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય તેઓને ઓળખાવનારું નામ પણ અચિંત્ય માહામ્યવાળું હોય જ.
(૩) જેમનું નામ અચિંત્ય માહાભ્યવાળું હોય તેમનું રૂપ તેથી પણ વધારે મહિમાવાળું માનવું જોઈએ, કારણ કે એક રૂપમાં અનેક નામોનો સંગ્રહ છે.
શ્રદ્ધા,
ધર્મ-ચિંતન ૩૭