________________
નમ્રતા કેળવીએ
ચાલો, નમીએ પ્રભુને. સોંપી દઈએ ત્રણેય કાળનો ભાર તેમના શિરે.
એ મોટા છે. પરમશક્તિનિધાન છે. પૂર્ણપુરુષ છે. એટલે તેમને નમવામાં જોખમ કશું નથી. ફાયદો બેસુમાર છે.
- શરીર નમ્યું એટલે બસ, એમ નહિ, પરંતુ શરીરની સાથે વિચારોને પણ ત્યાં નમાવવાના છે.
શરીર ઉપરનું વસ્ત્ર સહેલાઈથી બદલી શકાય છે, આત્માના વસ્ત્રરૂપ શરીરને બદલવામાં પણ એ કષ્ટ નથી પહોંચતું, જે કષ્ટ માનવી ઘણીવાર પોતાના વિચારોને ધરમૂળથી બદલવામાં અનુભવતો હોય છે.
આમ થવાનું કારણ છે તે વિચારોના મૂળમાં રહેલો અહ, અહંના બળને કારણે તે વિચાર વ્યક્તિની સમગ્રતાને એ રીતે વીંટળાઈને રહે છે, જે રીતે અજગર માનવપ્રાણીના શરીરને ચોમેર ભરડો લગાવીને રાજી થાય છે.
અજગરના ભરડાથીયે અધિક કારમા અહંને ઓગાળનારી ઉષ્મા અહંની ભક્તિમાંથી જન્મે છે. - બે-ત્રણ ટકોરા પછી માટીનું કામ કાચું છે કે પાકું તેની ખાત્રી કરી શકાય તેમ અહં ઓગળી રહ્યો છે કે કેમ તેની ખાત્રી કરવા માટે પોતાની જાતને બીજાના મેણાં-ટોણા સહન કરતી ચિંતવવી જોઈએ. એ મેણાં-ટોણાંના ટકોરા છતાં જો પોતે પ્રભુને છોડીને અહંના શરણે જવા ન ઉશ્કેરાય તો સમજવું કે અંદર નમ્રતા કેળવાઈ - રહી છે. .
નમ્રતા એટલે નખ-શિખ જીવંતતા. રોતલપણા સાથે નમ્રતાને કોઈ સંબંધ નથી.
નમ્રતા કેળવવા માટે પોતાના નાનામાં નાના દોષનું બારીક નિરીક્ષણ અને પોતા સિવાય તમામના નાનામાં નાના ગુણનું હાર્દિક બહુમાન અતિ આવશ્યક છે.
નમ્રતા, ગુણના ભંડાર ચેતન તરફ મનને નમાવે છે. એક પણ નકામા વિચારને મન સોંપતાં તે ખચકાય છે. સહુના ઉપકારના ભારના સ્વીકારવડે નમ્રતાની પુષ્ટિ થાય છે. પોતાના પર પ્રત્યેના અપકારના સમ્યક ચિંતનવડે અંદર નમ્રતો માટેનું
ધર્મ-ચિંતન ૨૦૯