SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અમે ચારે ભૂપાળ કેશરીના પુત્રો હતા. કળાકૌશલ્ય મેળવવામાં અમારું શૈશવ વીત્યું. યૌવનના આંગણે અમે આવી ઊભા. ત્યાં એકાએક કાળપિશાચ આવીને અમારા પિતાજીને ઉપાડી ગયો... રાજકુળ અને નગર આખું શોકમગ્ન બન્યું. પિતાજીના દેહને અગ્નિદાહ દીધો અને અમે દેહની રાખ ગંગાજીમાં પધરાવવા રવાના થયા. અમને તે વખતે અમારું જીવન નદીના પૂર જેવું અને યૌવન વિજળીના ઝબકારા જેવું લાગ્યું. કાયાની વિનશ્વરતા અને મૃત્યુની ભયનકતા ભાસી. સંસારની દુઃખદ સ્થિતિનો વિચાર કરતાં કરતાં અમે ગંગા નદીના તટે પહોંચ્યા. ત્યાં અમને એક દૃશ્ય જોવા મળ્યું. એ દૃશ્ય જોતાં જ આનંદની સાથે જ ઉદ્વેગની લાગણી જન્મી. એક મહામુનિ ધ્યાનમાં મગ્ન હતા. પણ તેમનાં વસ્ત્ર મલિન હતા. કાયા ૫૨ મેલના થર જામેલા હતા. જાણે કાયાની માયા સાવ ઉતરી ગઈ ન હોય. હે મહાત્મન્ ! બાજુમાં આવી પવિત્ર ગંગા વહી રહી છે છતાં આપ દેહ અને વસ્ત્રોને મલીન કેમ રાખો છો ? શું એમાં જ ધર્મ છે ? સંકોચ અનુભવતાં અમોએ પૂછ્યું. મુનિ શાંતરસના સાગર હતા. અમારી સૌમ્યમુદ્રા, કોમળવાણી અને નિર્દભ જિજ્ઞાસાને પારખી તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું– કુમારો ! સ્થિરચિત્ત બની સૂક્ષ્મદૃષ્ટિએ વિચારો આંતરદૃષ્ટા બનો. સ્થૂલદૃષ્ટિ માત્ર બહારના જડપદાર્થ ૫૨ ઠરે છે. માત્ર જડપદાર્થનો જ એ માપક ગજ બને છે. સૂક્ષ્મદ્રષ્ટિ—પારદર્શક છે. જડની ભીતરમાં રહેલા ચેતનને પણ તે જોઈ શકે છે. શરીરમાં રહેનારો, શરીરનો માલીક આત્મા કેટલો મલિન છે, તે જુઓ ! શરીરને ગમે તેટલી વાર પાણીથી કે સોડાથી સાફ કરો તો પણ ફરી ફરી મલિન થવાનો તેનો જાતિ સ્વભાવ છે. તમને પણ તે અનુભવ સિદ્ધ છે. જેમ જેમ કેવળ દેહને-વસ્ત્રોને ઉજળાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ આપણો આત્મા વધુ મલિન બનતો જાય છે. આ કડવું પણ સત્ય છે. તેને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. આત્માને ઉજ્વળ-નિર્મળ બનાવવાની મહેનત હંમેશાં સફળ નીવડે છે. એકવાર સંપૂર્ણ ઉજળો થયા પછી આત્મા કદી મેલો થતો નથી. ૩૯૦ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy