________________
‘સળવMIો ” એ જામલી રંગના ખુણામાં લીલા વર્ણવાળા શ્રીમલ્લીનાથ પ્રભુનું ધ્યાન કરવું અને ભક્તામરના અંતિમ શ્લોકધારા સ્તુતિ કરવી એથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે.
ના ૪ સળેfa I’ એ આત્માની રંગના ખુણામાં શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની શ્યામ સુંદર પ્રતિમાનું ધ્યાન કરવું અને ૨૭મા શ્લોક દ્વારા સ્તુતિ કરવી. એથી ચારિત્રગુણની શુદ્ધિ થાય છે.
* “પઢમંહવફમંત્નિ ' એ કસુંબા વર્ણના ખુણામાં રક્તવર્ણવાળા શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ધ્યાન કરવું અને ૨૩મા શ્લોકધારા સ્તુતિ કરવી. તેથી તપગુણની વૃદ્ધિ થાય છે.
અહીં અટકીને અંતમાં ૧૬મા શ્લોકનું ઉચ્ચારણ કરી આરતી-મંગળદીપક કરવો. આરતી કર્યા બાદ ૨૮મા શ્લોકથી અંતિમ શ્લોકના પહેલા સુધી સર્વ શ્લોકો બોલી જવા. અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત ભવભવનાશક સર્વ તીર્થકરોની એ રીતે સ્તુતિ કરી લોગસ્સ સૂત્રનો પાઠ કરવો. અંતમાં શક્રસ્તવ કહી આ ધ્યાનની પૂર્ણાહુતિ કરવી એ રીતે ધ્યાન કરવાથી ૨૪ પ્રકૃતિઓની સાથે ૨૪ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે મોક્ષ પુરુષાર્થમાં સહાયક થાય છે, એ વાત સ્વયં સ્કુરિત થઈ જશે.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર એ આઠ ભેદવાળી અપરા પ્રકૃતિઓને આઠ કર્મોની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓ સાથે પૂરેપૂરો સંબંધ છે. તે કેવી રીતે ? તથા પરાપ્રકૃતિ જીવભૂત છે, તેણે સર્વ જગતને ધારણ કરી રાખ્યું છે. એનાથી છૂટવા માટે શુદ્ધ નિશ્ચયસ્વરૂપ સિદ્ધપ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તેનો પણ ઉપાય યથાશાસ્ત્ર, યથામતિ, યથાઅનુભવ હવે પછી બતાવવામાં આવશે.
ભવની સેવામાં રોકાયેલો જીવ, ભગવાનની સેવા ભાગ્યે જ કરી શકે તેમ ભગવાનની સેવામાં પરોવાયેલો જીવ, ભવને ભાવ આપવાનો સમય ભાગ્યે જ મેળવી શકે.
ધર્મ-ચિંતન • ૨૮૯