SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારભાવ નમસ્કારનો ભાવ ક્રિયાને પ્રાણવતી બનાવે છે. એવો ભાવ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને દ્રવ્ય અને ભાવપૂર્વક નમવાથી જાગૃત થાય છે. જાગૃત થયેલો તે ભાવ તેના ભાવુકની સાથોસાથ જગતના સર્વજીવોના હિતમાં સાર્થક થાય છે. ભાવની સાર્થકતા ભવની સાર્થકતામાં પરિણમે છે. મતલબ કે મહાપુણ્ય મળેલા માનવના ભવને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન બદલે ધર્મધ્યાનાદિનું પડખું સેવવા મળે તે ઓછા સદ્ભાગ્યની નિશાની ન ગણાય. સહુ એવા સદ્ભાગ્યને વરે, એવી મંગળ કામનાને સફળ ક૨વાનોમૈત્ર્યાદિભાવયુક્ત ધર્મની ખૂબ-ખૂબ–આરાધના એ સિદ્ધ રાજમાર્ગ છે. એ માર્ગને પામીને બધા પાત્ર આત્માઓ પરમપદને પાત્ર બનો ! સાધનાપથમાં સ્યાદ્વાદનું મૂલ્ય... સાધનાપથમાં સ્યાદ્વાદની Blue Print ની (પૂર્વ નકશો) અનિવાર્યતા છે. સ્યાદ્વાદ માત્ર બૌદ્ધિક સમજણ નથી. અથવા તો માત્ર Intellectual Approch નથી. પરંતુ જીવનમાં સક્રિયપણે જીવવા માટેનું સત્ય છે. આ સત્યનું ઊંડાણ જેમ જેમ સ્પર્શે છે, તેમ તેમ જીવન જીવવામાં સમતુલન વધતું જાય છે. જીવનના સુસંવાદપૂર્ણ અભિગમનું સ્યાદ્વાદ એ લોચન છે. વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. એને જણાવનારા તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન સંબંધ દર્શક છે. સ્વરૂપદર્શક બોધ થવા છતાં, સંબંધદર્શક જ્ઞાન ન થાય, ત્યાં સુધી જીવન એકાંગી હોય છે. સર્વાંગીણ જીવનની કળા સ્યાદ્વાદના બોધની અપેક્ષા રાખે છે. સ્યાદ્વાદથી પ્રગટતા સંબંધ - દર્શકજ્ઞાનને ગ્રહણ કરીને આરાધક સર્વ બંધનોથી મુક્ત કરનારી શક્તિ પ્રાપ્ત કરે છે. સર્વનો બનીને તે કોઈનો રહેતો નથી. ઉદાસીનતામાં એ મગ્ન થઈ જાય છે. ૨૩૮ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy