SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષકબળ-શ્રીનવકાર સંસાર એટલે પ્રતિકૂળતાઓનું ઘર. તેમાં જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી ઊંચામાં ઊંચા રક્ષકબળની પૂરેપૂરી આવશ્યકતા ગણાય. તે રક્ષકબળ એટલે શ્રીનવકા૨. અને રક્ષકબળ પણ કેવું ? ચક્રવર્તિના સમગ્ર સૈન્યની સમગ્ર તાકાતને ટપી જાય તેવું. દ્રવ્યની સાથોસાથ ભાવની પણ રક્ષા કરે તેવું. અને જેનો ભાવ સુરક્ષિત હોય તેનો ભવ, ભવજળ આસાનીથી કાપી શકે. જગતના સર્વ જીવોના કલ્યાણના સર્વોચ્ચભાવના જાપ અને ધ્યાનમાં રમવાનું શ્રેષ્ઠતમ આલંબન શ્રીનવકાર પૂરું પાડે છે. અણીના સમયે પાંચ-પૈસાની મદદ કરનાર ભાગ્યશાળીનો અહેસાન નહિ ભૂલનારા આપણે આવું અનુપન આલંબન પૂરું પાડનારા શ્રીનવકારને ઘડીવા૨ પણ કેમ ભૂલી શકીએ ? ન જ ભૂલાય. ‘શિવમસ્તુ સર્વ જગતઃ'ની ભાવનાપૂર્વકનો ત્રિસંધ્યાજાપ એ શ્રીપંચપરમેષ્ઠિભગવંતોના ભાવ સાન્નિધ્યમાં હૈયાના ભાવને ઉજાળવાનો અમૃત–પ્રયોગ છે. તેની અચિંત્ય શક્તિનું વર્ણન સર્વજ્ઞ પરમાત્મા જ કરી શકે. વારે-વારે કેવળ સ્વાર્થની ચીકણી ભોંયમાં લપસી જતા મનના પરિણામને સાબૂત રાખવાની ત્રિસંધ્યાજાપની શક્તિ ખરેખર અમાપ છે. ભાવને પકવવાની કાળની ઊંચી શક્તિનો યથાર્થ લાભ, સંધ્યાજાપ અપાવે છે. અપ્રમત્તતાનો સતત અણસાર સંધ્યાજાપના પ્રભાવે, આત્માને, થતો રહે છે. પ્રમાદના ખોળે બેસીને ભવની પગચંપી કરવામાં આપણે કશી મણા રાખી નથી. બળવાન મનવાળા ઊંચા માનવના ભવને ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની પરમ મંગલમય આજ્ઞા મુજબની આરાધના સિવાય બીજે ક્યાંય પણ જોડવાથી સંસાર સાથેનું જીવનું જોડાણ વધુ ગાઢ બને છે. જીવતત્ત્વ પ્રત્યે સાચો સ્નેહભાવ જગાડનારા મહામંત્ર શ્રીનવકારને અપાતો ૨૧૪૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy