SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકો, તો જ તમે વિશ્વવત્સલતા કેળવી શકશો.' દેવાધિદેવની આજ્ઞાને શરણે જવાથી ધર્મના નિયંત્રણ (શાસન) તળે આવી -જવાય છે. આ સંસ્કૃતિના પ્રત્યેક અંગમાં જીવના સર્વોચ્ચ હિતનો વિચાર વ્યવસ્થિતપણે ગોઠવયેલો છે. ભારતને આધ્યાત્મિક સંસ્કૃતિનું પારણું કહી શકાય. જે પારણું છે આધ્યાત્મિક સંસ્કૃતિનું ત્યાં ભૌતિકતાની ભૂતાવળ નાચકૂદ કરી શકે તેમ જ ત્યાંની પ્રજાઓને પોતાના વિચિત્ર ખેલ વડે આકર્ષી શકે તે ઓછા ખેદની વાત ન ગણાય. આમ શાથી બની રહ્યું છે તે સંબંધી વિચાર કરતાં જવાબ મળે છે કે આપણાં હૃદયમાં ઊંડી જડ ઘાલીને બેઠેલો સ્વાર્થ (મોહ) આપણને તે ભૂતાવળના એકલપેટા ખેલ પ્રત્યે રીઝવી રહ્યો છે. એ સ્વાર્થ (મોહ)ને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે આધ્યાત્મિકતાના પરમ-શિખરે બિરાજતા પૂજ્ય ભગવંતોના ચરણોમાં આપણે આપણી જાતને સમર્પિત કરવી જોઈએ. તરસ્યો જેમ જળાશય તરફ દોટ મૂકે છે, તેમ આપણે સહુએ કરુણાસાગર શ્રીઅરિહંતની ભક્તિમાં આપણા પ્રાણોને ઓતપ્રોત કરી દેવા જોઈએ. શ્રીસિદ્ધ પરમાત્માના ધ્યાનવડે આપણા સિદ્ધપર્યાયને હાલતો-ચાલતો કરવો જોઈએ. મન, વચન તેમ જ કાયાની સઘળી શક્તિ વડે આપણે આત્માની અનંત શક્તિની ખોજ પાછળ પૂરેપૂરા ન જોડાઈ શકીએ તો પણ જે ધન્યાત્માઓ એવી ખોજ પાછળ અપ્રમતપણે પ્રયત્નશીલ છે, તેમની ભૂરિ-ભૂરિ અનુમોદના તો આપણાથી ન જ ચૂકાય. પુનમની ચાંદનીનું ધ્યાન ધરતાં પોતાના પ્રાણોમાં જે આલ્હાદકતા સંચરે છે, તેના કરતાં ક્યાંય ચઢીયાતી આલ્હાદકતા યાને સમરસીભાવની મહાગંગામાં દિન-રાત ઝીલવા માટે આધ્યાત્મિક સંસ્કૃતિએ પરોપકારાર્થે બક્ષેલા નીતિ-નિયમો સાથે આપણો સંબંધ ઘર જેવો બનાવવામાં વિલંબ કરવો તે ભવના દુઃખને વધારવાનો જ માર્ગ ગણાય. સ્વ-પરહિતકર શુભવિચાર, વાણી ને વર્તનની ત્રિવિધે ભૂરિ-ભૂરિ અનુમોદના કરવાનો ઉપદેશ-એ આધ્યાત્મિક સંસ્કૃતિનું-અણમોલ દાન છે. અનુમોદનાથી વધતો પ્રમોદ પાપને ક્ષીણ કરે છે. અને પુણ્યને વધારે છે. નેત્રરત્નોમાં આંજી આધ્યાત્મિકતાનાં અમૃત વિશ્વને અવલોકતાં જે આનંદ સ્પર્શે છે પરિણામને, તેના સહુ ભાગી બનો ! ધર્મ-ચિંતન ૦ ૨૫૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy