SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક સંસ્કૃતિ ચંદ્રની ચાંદની અને રવિના તેજ કરતાં અધિક ઉપકારક છે આધ્યાત્મિક સંસ્કૃતિ. હવા અને પાણી કરતાં અધિક મૂલ્યવાન છે આધ્યાત્મિક સંસ્કૃતિ. હીરા મોતીવડે ન ખરીદી શકાય એવું સુખ, આ સંસ્કૃતિનો ઉપાસક ભોગવતો હોય છે. ‘ત્યાગે સો આગે’ના પાયા ઉપર મંડાણ છે આ સંસ્કૃતિના. પરિણામે દુ:ખદાયી એવા, સુખને આ સંસ્કૃતિ ‘સુખ’ તરીકે સ્વીકારતી નથી. મંત્રજાપ વડે ભવનો ભયાનક તાપ દૂર થવા સંબંધી હકીકતમાં આ સંસ્કૃતિના ધુરંધર પ્રભાવકો એકસરખા વિચારના છે. મહાપુણ્યે મળેલા માનવના ભવને જડ પદાર્થોના માત્ર ભોગ પાછળ વેડફી ન નાંખતાં તેનો ઉદાત્ત અને મંગલ હેતુની સાધનામાં સદુપયોગ કરવાનો જે સદ્બોધ આ સંસ્કૃતિ વહાવી રહી છે, તેના પાલનમાં સહુનું શ્રેયઃ છે. ભય વચ્ચે શસ્ત્રોનું શરણું સ્વીકારવાની સ્થૂલમતિને આધીન જીવોને આ સંસ્કૃતિધર્મના શરણે જવાની ઉપકારક આજ્ઞા ફરમાવે છે. પોતાની રક્ષાની બાબતમાં બહારના સ્થૂલ બળોને આર્મીન રહેવું તે પરતંત્રતાની જ એક નિશાની છે. જ્યારે કોઈ પણ શસ્ત્ર વગરનો પણ ધર્મનો શરણાગત શસ્ત્રધારી હજારો સુભટોના હુમલા વચ્ચે પણ ‘અભય'નો અદ્ભુત આનંદ અનુભવી શકે છે. આ સંસ્કૃતિ એક એક જીવન વ્યવસ્થા સાથે માનવીને જોડે છે કે જે જોડાણ તેને આત્મજાગૃતિ બક્ષે છે. સકલ શ્રીસંઘ તેમ જ જગતના જીવોની શાન્તિ માટે આવશ્યક અનુષ્ઠાનાદિને આ સંસ્કૃતિ ‘અંધશ્રદ્ધા’ તરીકે નહિ પરંતુ ‘મંગલવર્ધક સત્કાર્ય' તરીકે સ્વીકારે છે. પદાર્થની શક્તિ કરતાં અધિક શક્તિ શબ્દોમાં હોય છે અને શબ્દશક્તિ કરતાં અનંતગુણી શક્તિ આત્મામાં રહેલી છે, એ સત્યના સ્વીકારવામાં ક્યાંય અંધશ્રદ્ધાનું પોષણ નથી થતું, પરંતુ સર્વપાપથી પર બનવાની શક્તિનો મંગલ સુયોગ થતો હોય છે. ક્રિયાવિહોણા કોરા ભાવને કે ભાવવિહોણી સ્થૂલક્રિયાને આ સંસ્કૃતિમાં કોઈ સ્થાન નથી. આ સંસ્કૃતિ આ પોકાર કહી રહી છે કે, ‘તમારી જાતને ધર્મના નિયંત્રણ તળે ૨૫૦ ૭૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy