________________
પાયાનું કામ
“પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠે, જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણો, તે વિણ જ્ઞાન તે જૂઠો રે. સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો, વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.’
કમ્મપયડી જેવા ગ્રંથો ઉપ૨ વિસ્તૃત ટીકા રચનાર અને કરોડો શ્લોક પ્રમાણ સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજને જયારે અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલ આ ઉદ્ગાર છે. અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફીક્કું લાગે છે—“જૂઠું” લાગે છે.
આત્મસાધના અર્થે જ ભેખ લેનારા પણ આજે તો શ્રુતજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવી રહ્યા છે, એટલું જ નહિ, કેટલીયવાર તો ઊછીના લીધેલ એ શ્રુતજ્ઞાનની સાવ ટુંકી મૂડીએ ધર્મોપદેશના ધોધ વહાવી અધ્યાતમનો માત્ર મોટો દેખાવ જ નિભાવાય છે ત્યારે, ઉપાધ્યાયજી મહારાજની આ અનુભવવાણી આપણને સૌને જગાડી જાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી ધર્મપ્રરૂપણા ન કરતાં, મૌન રહી પ્રભુએ અનુભવજ્ઞાનની ઉપાદેયતા પોતાના જીવન-દષ્ટાંતથી ઉપદેશી છે.
એમાંથી પ્રેરણા મેળવી સાધકે પણ “પહેલાં સ્વાનુભૂતિ-આત્મદર્શનઆત્મસાક્ષાત્કાર અને પછી ધર્મોપદેશ” એ પોતાના જીવન અને સાધનાનો સહજ ક્રમ બનાવી દેવો જોઈએ.
આત્મતત્ત્વના અનુભવ વિનાનો ધર્મોપદેશ એ પોપટવાણી છે. અધ્યાત્મની મસ્તીમાં શ્રીચિદાનંદજી મહારાજે ગાયું છે કે—
“રસભાજનમેં રહત દ્રવ્ય નિત, નહિં તસ રસ પહિચાન,
તિમ શ્રુતપાઠી પંડિતનું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટમેં પ્રગટ ભયો નહીં, જ લૌ અનુભવજ્ઞાન.”
માટે આત્માર્થી સાધકે તો જ્યાં સુધી પોતાની સાધના અધુરી છે—સ્વાનુભવ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી જીભ ઉપર તાળું લગાવી અંદરની શોધમાં જ મચ્યા રહેવું એ અધિક હિતકર કર્તવ્ય છે.
અને....સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મેળવી શકાય એવું નથી, જાતની કીર્તિ
ધર્મ-ચિંતન ૦ ૩૬૫