________________
. તે વૃત્તિના સમૂળ ઉચ્છેદ સાથે મનના દાનને સંબંધ છે. મનના દાન સાથે નમસ્કારના ભાવને સંબંધ છે. નમસ્કારના ભાવ સાથે ત્રિભુવનના જીવોને સંબંધ છે. ત્રિભુવનના જીવો સાથે ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ ભાવને સંબંધ છે.
એટલે કે આપણે જ્યાં સુધી ઊંચામાં ઊંચા પાત્રરૂપ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને, ઊંચામાં ઊંચા વિત્તરૂપ નિર્મળ ચિત્તનું ભાવપૂર્વક દાન ન કરી શકીએ ત્યાં સુધી આપણો આપણા પ્રત્યેનો ભાવ, તેમના પ્રત્યેના આપણા પરમપૂજ્યભાવ કરતાં પણ વધુ ચઢીયાતો છે એમ નક્કી થાય.
મનના દાનની સત્ત્વવંતી ભાવનામાંથી ઉનમનીભાવ પ્રગટે છે. તે ભાવના પ્રભાવે આત્માનો ભાવ સતત શુભપ્રદાયકતા ધારણ કરે છે. એવો આત્મા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સીધા ભાવસંબંધમાં રહે છે તેમ જ તેના સઘળા લાભનો અધિકાર જગતના જીવોને બક્ષે છે.
પોતા પ્રત્યેના રાગને નિર્મૂળ કરવાની તેમ જ વૈરાગ્યદશાને વરવાની–મનનું દાન–એ ઉત્કૃષ્ટ પ્રકારની પ્રક્રિયા છે.
વૈરાગ્યદશાને ટકાવવામાં તેમ જ વધુ નિર્મળ બનાવવામાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું આલંબન અને તેમની કરુણાના વિષયભૂત ત્રણ જગતના જીવોના હિતની ચિંતા અનિવાર્ય છે.
મનમાં નમસ્કારભાવ પરિણત થતો જાય તેમ તેમ સર્વાત્મભાવવિષયક વૈરાગ્યદશા ખીલતી જાય.
મન જયાં સુધી “આપણું' રહે ત્યાં સુધી આપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ન બની શકીએ, મતલબ કે આપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પૂરેપૂરા ભાવસંબંધમાં ન આવી શકીએ.
આપણો જેટલો વિચારપ્રદેશ આપણે આપણા પોતાના સ્વાર્થ માટે અનામત રાખીએ તેટલા પ્રમાણમાં આપણો નમસ્કાર અધૂરો રહે.
અધૂરો નમસ્કાર, પૂરું ફળ ન આપે તે સમજી શકાય તેવી હકીકત છે. ભાવનમસ્કારની આ ખેંચમાંથી ભવપરંપરા જન્મે છે.
મન મળ્યા પછી, તેને સાચવનારા પરમોપકારી ભગવંતોનો યોગ થવો એ ઘણા મોટા પુણ્યોદયની નિશાની છે.
ધર્મ-ચિંતન ૧૫૭