SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકારનો સંબંધ શ્રીનવકારનો સંબંધી એ પ્રભુનો સંબંધી. શ્રીનવકારનો સગો એ જીવ માત્રનો સગો. શ્રીનવકાર સાથે જોડાયેલું મન વિશ્વસંબંધનું મહાકેન્દ્ર બને છે. તે મનને અનુસરતા જીવનમાં સર્વકલ્યાણભાવની પવિત્રતા હસતી હોય છે. એ પવિત્રતામાં પરમાર્થપરાયણતાની શક્તિ હોય છે. રાજાના શરણાગતને પોતાના યોગક્ષેમની ચિંતા ન રહે તેમ શ્રીનવકારના સંબંધીને પોતાના જ વિચારનો ભાવ ન રહે, કારણ કે એ સંબંધની જ એ તાસીર છે કે તેના પ્રભાવે સ્વાર્થપરાયણતાનો સઘળો ભેજ પરિણામમાંથી શોષાઈ જાય છે. સૂર્ય સાથેના સંબંધના પ્રભાવે ઠંડીની અસર એકાએક ઓછી થવા માંડે છે, તેમ શ્રીનવકાર સાથેના ઉચ્ચતર સંબંધના પ્રભાવે આર્ત્ત અને રૌદ્રધ્યાનના ભેજ અને કીચડ ઝડપથી સુકાવા માંડે છે અને તેના સ્થાને ધર્મધ્યાનને અનુકૂળ વાતાવરણ ઝડપથી બંધાય છે. બંધાયેલું તે વાતાવરણ આરાધકની સમગ્રતાને ખૂબ જ સુંદર અસર કરે છે. પોતાની જનેતાને ખોળે રમતા બાળકને સ્વવિષયક કોઈ વિચારને પ્રણામ ન કરવો પડે, પોતાના પતિદેવની છાયામાં પગલાં ભરતી સતી નારીને સ્વવિષયક કોઈ વિચારની દુર્ગંધ પણ ન સ્પર્શે, પોતાના ગુરુદેવની આજ્ઞામાં ઓતપ્રોત શિષ્યને પોતાના અસ્તિત્વનું પણ ભાગ્યે જ સ્મરણ રહે, તેમ શ્રીનવકાર સાથે ત્રિવિધે જોડાયેલા સત્ત્વવંત આત્માને ભવના બીજરૂપ ‘અહં’ અને ‘મમ’ ભાગ્યે જ ઘેરો ઘાલી શકે, કારણ કે જે ભૂમિકાએ ‘અહં’ અને ‘મમ' જીવને મૂંઝવતા હોય છે, પાપ કરવા માટે પ્રેરતા હોય છે, આશાના ભંગ માટે લલચાવતા હોય છે, તે ભૂમિકા વટાવ્યા પછી જ પુણ્યશાળી આત્માના મનનું શ્રીનવકાર સાથે જોડાણ થાય છે. એટલે તે જોડાણ કાયમ રહે છે ત્યાં સુધી તેનું દેવાધિદેવની ભાવના સાથેનું અને તે ભાવનાના વિષયભૂત ત્રણ જગતના સર્વ જીવોની હિતની ચિંતા સાથેનું જોડાણ કાયમ રહે છે. તે જોડાણના પ્રભાવે તેના કોઈ વિચાર પ્રદેશમાં, ચારગતિના બીજરૂપ ‘હું’ અને ‘મારું' તેમ જ તેનો પરિવાર જરા પણ હરકત પહોંચાડી શકતા નથી. એટલે શ્રીનવકા૨ સાથે જોડાયેલા મનને ‘પોતાનું મન' કહેવાને બદલે ધર્મનું મન’ કહેવાય. ‘વિશ્વનું મન’ કહેવાય. ‘પરમાર્થપરાયણતાનું મન’ કહેવાય. ‘મૈત્ર્યાદિ ભાવનાનું મન' કહેવાય. અને જ્યારે તે ‘પોતાનું મન' બને છે ત્યારે કોઈનુંય બન્યા સિવાય, કોઈનાય હિતના ભાવ સાથે જોડાયા સિવાય, માત્ર સંસારના કારણરૂપ આર્તધ્યાન અને રોદ્રધ્યાનનું બની રહે છે. મનને વિશ્વસંબંધની ઉચ્ચતર ભૂમિકા પર સ્થિર રાખવા માટે તપ-જંપ, વ્રત૧૬૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy