________________
ભાવનું મહત્ત્વ-૨
(વિશ્વાત્મભાવની અનુભૂતિમાંથી સ્વાભાવિકપણે ફુરેલા અચિંત્ય પ્રેરક અને ઉપકારક શબ્દો, આ લેખને ભાવના મહાકાવ્ય સરખો બનાવી રહ્યા છે. સં.).
જગતનો સર્વવ્યવહાર અનવરત સ્કૂરણ, કંપ અને ધ્રુજારીને આધારે ચાલે છે. પરમાણુથી પર્વત પર્યત સઘળું કંપમય અવસ્થામાં છે. તે બધી ચીજોને કંપાવવાની શક્તિ પોતાના વિચારોમાં છે. તે માટે વિચારોને મજબૂત અને તાલબદ્ધ કંપવાળા બનાવવા જોઈએ. ઉચ્ચભાવનાઓમાં સતત રમણ કરવું એ જ જીવનની દીક્ષા છે.
મનની ઇચ્છા સ્વપ્રત્યેથી વાળીને સર્વ પ્રત્યે કરવામાં આવે તો, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, કામ-ક્રોધની વૃત્તિઓનો અંત આવે છે. તેનું ઉત્પત્તિસ્થાન “અસ્મિતા' હતું, તે રહેતું નથી. “અસ્મિતા'નું પ્રથમ રૂપ “હું રહેતું નથી. તેનું બીજું સ્વરૂપ “અહંકાર છે, તે પણ રહેતો નથી, મનનો સંબંધ જીવાત્માની સાથે થાય તો “અસ્મિતા' જાગે પણ સર્વાત્માની સાથે થાય તો “અસ્મિતા' “હુંપણ ઉત્પન્ન થઈ શકતું નથી. અને તેની સાથે સંબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી મૂલપ્રકૃતિને પરિવર્તન કરવાનો એકનો એક ઉપાય મનનો સંબંધ જીવાત્મા સાથે ન થવા દેવો અને સર્વાત્મા સાથે કરવો તે છે. સર્વના સુખની ઇચ્છા જાગ્યા પછી અહંકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઊભો રહે છે. પરમાત્મભાવને સમર્પણ અને જીવાત્મભાવની સેવા એ તેનું ફળ છે.
અહંભાવ જે સંસારભ્રમણનું કારણ છે. તેના ‘હું કાર ઉપર અને નીચે “રકારરૂપ અગ્નિ બીજ વડે આરાધક પોતાને પગથી માથા સુધી દહન કરે, જેથી અહંભાવ ભસ્મીભૂત થાય. આથી ‘ગઈ કારની તત્ત્વમયતા સ્થાપિત થાય છે. તત્ત્વ એટલે ધ્યેય અથવા રહસ્ય. તત્ત્વવિદ્ એટલે યથાર્થ જાણનાર–રહસ્ય જાણનાર.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સમાધિ તો યોગીઓ જ લગાવે, સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાનો યોગીઓ જ નહિ પણ પોતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતો હોય છે. જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રીતિ હોય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિનો અનુભવ કરતો હોય છે. એક પ્રેમી બીજાં પ્રેમીની યાદમાં પોતાને શું નથી ભૂલી જતો ? - એ રીતે જો વિશ્વના સર્વ જીવો સાથે પ્રેમ કેળવાય તો વિશ્વપ્રેમી પરમાત્માની ' યાદમાં કેટલો આનંદ આવે ?
ધર્મ-ચિંતન ૩૫