SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ શ્રીનવકારના પ્રત્યેક અક્ષરનો જાપ આપણા મનમાં રહેલા ભાવને પકવવામાં– સાકાર બનાવવામાં અચિંત્ય ભાગ ભજવે છે. - જ્યારે ઉદેશના સ્પષ્ટ ચિત્ર સિવાયના જાપની ક્રિયા અનેકવિધ સંકલ્પ-વિકલ્પ વચ્ચે અટવાઈ જાય છે અને આરાધક પોતે લગભગ ઠેરની ઠેર રહે છે. અપૂર્વ નમસ્કાર એટલે ભવ્યત્વભાવના સંપૂર્ણ વિકાસના લક્ષ્યપૂર્વકનો નમસ્કાર. દેવાધિદેવની પરમતારક ભાવનામાં ઓતપ્રોત થવાની ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયા. સહકમળની તાકાત જ આપણને સહુને સંસારમાં રખડાવે છે, ઠેર-ઠેર ભટકાવે છે, એ મળની ગાંઠ એવી તો જલદ હોય છે કે શરીર છૂટી જવા છતાં તે કાયમ જ રહે છે. | ‘અપૂર્વ નમસ્કાર” એ જ તે ગાંઠને વિખેરી નાખવાનો ઊંચામાં ઊંચો ઈલાજ છે. એવા નમસ્કારમાં સહુનો સમય સાર્થક થાઓ. સહુની શક્તિ સાર્થક થાઓ. નમસ્કારનું દર્શન ૧. સંત પુરુષોને તેણે સર્વ પાપપ્રણાશક તરીકે દર્શન દીધા છે. ૨. મુમુક્ષુઓને તેણે પોતાની મંગલમયતાનો પરિચય આપ્યો છે. ૩. યોગીઓને અષ્ટમહાસિદ્ધિના અધિષ્ઠાનરૂપ ભાસ્યો છે. ૪. મંત્રસાધકોને મંત્રાધિરાજ તરીકે પુરવાર થયો છે. તેમ જ અનેક અજાયબીઓથી ભરેલો દેખાયો છે. ૫. જ્યોતિષ્કોને તે નવગ્રહોને અંકુશમાં રાખનારી મહાશક્તિ તરીકે પ્રતીત થયો છે. ૬. રોગ નિવારણ માટે તે અમૃતકુંભ તરીકે પુરવાર થયો છે. ૭. ગણિતશાસ્ત્રીઓને પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા તે અનંતરૂપે અધિગત થયો છે. ૮. શાસ્ત્રવેત્તાઓને મહાશ્રુતસ્કંધરૂપે પ્રતિભાસિત થયો છે. ૯. તત્ત્વ સંગ્રહની અભિરુચિવાળાઓને મન તે સર્વશ્રુતના સારરૂપ જણાયો છે. કવિહૃદયને રસગંગારૂપ પ્રતીત થાય છે. | (“નમસ્કાર રસગંગા') ધર્મ-ચિંતન ૧૪૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy