SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું જોઈએ, તે વિચારણા માગી લે છે. એકલો નિશ્ચય કર્યાથી, કાંઈ દહાડો વળે નહિ. નિશ્ચય કર્યો એટલે બહુ તો એમ કહેવાય કે “જ્ઞાન” થયું, પરંતુ, ‘ક્રિયા' વગરનું “જ્ઞાન” વાંઝીયું છે. એક વખત ખરા હૃદયપૂર્વકનો નિશ્ચય થઈ જાય કે પરમાત્મા મેળવવા છે, તો પછી તેમને મેળવવા શું ક્રિયા કરવી જોઈએ, તેની સૂઝ પડે. આપણને જે ક્રિયા પરમાત્મપદ મેળવી આપે તેને શાસ્ત્રની ભાષામાં “યોગ' કહે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે યોગ સાધના કરવા માટે શું કરવું જોઈએ ? તે માટે પ્રથમ તો તેણે સચેતન થવું જોઈએચૈતન્યમાં જાગ્રત થવું જોઈએ. અત્યારે આપણા અંતઃકરણના અતિ શુદ્ર અને મર્યાદિત અંશ વિષે આપણે સચેતન છીએ, તેના બાકીના ઘણા મોટા અંશ વિષે આપણે અજ્ઞાન–અચેતન છીએ. એ અચેતનતા-જડતા-આપણને જડ પ્રકૃતિ જોડે બાંધી રાખે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે તેનું રૂપાંતર થવા દેતી નથી. અચેતનતાના છિદ્રમાં થઈને આત્મ-વિરોધી શક્તિઓ આપણામાં પ્રવેશ કરે છે અને આપણને પોતાના ગુલામ બનાવે છે. એટલે જરૂરી વસ્તુ એ છે કે આપણી પ્રકૃતિ વિષે તથા આપણી ગતિ અને ક્રિયાઓ વિષે આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે શા માટે અને કેવી રીતે ક્રિયામાં પ્રવૃત થઈએ છીએ, શા માટે અને કેવી રીતે આપણને વસ્તુઓનું ભાન થાય છે, શા માટે અને કેવી રીતે આપણે વિચાર કરીએ છીએ, તે આપણે જાણવું જોઈએ. કયો ઉદ્દેશ, કઈ પ્રેરણા, કઈ ગુપ્ત યા પ્રકટ શક્તિ આપણને ક્રિયામાં યોજે છે, તે આપણે જાણવું જોઈએ–ખરું જોતાં આપણા ચિત્ત તત્રના એકે એક અંગને યંત્રના એક એક ભાગની પેઠે આપણે છૂટું પાડીને જોવું જોઈએ. એકવાર તમે સચેતન થયા એટલે તમે વિવેક કરી શકશો, સાચુ-જૂઠું પારખી શકશો, કઈ શક્તિઓ તમને અધોમાર્ગે ખેંચી રહી છે અને કઈ તમને ઉર્ધ્વમાર્ગમાં સહાયક છે, તે પણ તમે જાણી શકશો. સાચા-જુઠાનો, ઇષ્ટ અને વર્યનો ભેદ એકવાર તમારા જાણવામાં આવે, એટલે સત્યનો સ્વીકાર અને અસત્યનો ઈન્કાર આપોઆપ થશે.” “દિવ્ય અને અદિવ્ય એટલે સત્ય અને મિથ્યા વગેરેનાં જોડકાં ડગલે અને પગલે સાધનામાં આગળ આવીને ઊભાં રહે છે. દરેક પગલે તમારે આ માર્ગમાં ધીર, ખંતીલા અને જાગ્રત–“સદા અતંદ્ર રહેવું જોઈશે. આપણે કરવાનું તે આ છે : આપણે “સાધક થવાનો જ નિર્ણય કર્યો હશે. તો પછી આપણે કોની સાથે હળીએ મળીએ છીએ, કોની સાથે વાતચીત કરીએ છીએ, કઈ ચોપડીઓ વાંચીએ છીએ, તે સંબંધે, ટુંકમાં કહીએ તો આપણી પ્રત્યેક ક્રિયા વખતે આપણે જાગ્રત રહેવું પડશે. ચેપી રોગના ઝેરી જંતુઓના હુમલાના ભોગ બનવા માટે જયાં વ્યાધિનો ઉપદ્રવ ધર્મ-ચિંતન ૩૫૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy