SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વભાવ દેવાધિદેવના પરમતારક શાસનને પામેલા મહાપુણ્યશાળી આત્માની જવાબદારી ઘણી મોટી છે, કારણ કે તેનો દરજ્જો ઘણો ઊંચો છે. તે દરજ્જો દીપે જવાબદારીના પૂરેપૂરા પાલન વડે. જવાબદારીના પાલનનું સાચું બળ પ્રગટે આત્મસમભાવમાંથી. આત્મસમભાવ પ્રગટે પ્રભુભક્તિ દ્વારા. પ્રભુજીની ભક્તિ એટલે પ્રભુજીના ભાવ વડે પોતાના પરિણામને પવિત્ર કરવાની ઉચ્ચતમ સાધના. પરિણામને પ્રભુભાવનો સ્પર્શ થાય છે એટલે જગતના જીવો પ્રત્યે આત્મસમભાવ જાગે છે. આત્મસમભાવ ઉઘડ્યા પછી તેમના પ્રત્યેના આપણા ભાવમાં જવાબદારીનું પવિત્રતત્ત્વ ભળે છે. મતલબ કે તે બધાં સાથે આપણો સંબંધ છે એવું સચોટ ભાન આપણને થાય છે. તે સંબંધ કથળે ત્યારે, જ્યારે આપણે તે બધાને ભૂલી જઈને આપણા પોતાના ઐહિક સુખની લાલસાને ભજતા થઈએ. આમ થાય એટલે વિશ્વ અને વિશ્વેશ્વર ઉભય સાથેનો આપણો ભાવ સંબંધ કાચો પડે અને દુર્ભાવ અને બહિર્ભાવ સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ બને. જીવના જીવત્વનાં સ્વીકારપૂર્વક, વિશ્વહિતની જવાબદારીના પાલનમાં આગળ વધી શકાય. '. જીવત્ત્વના સ્વીકારમાંથી જીવના હિતનો ભાવ જાગે. જીવના હિતનો ભાવ જાગે એટલે જીવના હિતના ભોગે પોતાનું જ હિત સાધવાની સંકુચિત વૃત્તિ શરમાઈને અલોપ થઈ જાય છે. જીવન જતન' એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું રહસ્ય છે. જીવના અતિથી વિરમવાની સાથોસાથ તેના હિતમાં સહાયભૂત થઈ શકાય એવી મન-વચન-કાયાની વૃત્તિ અને પ્રવૃત્તિ વડે આરાધક આત્મા પ્રભુજીના પરમતારક શાસનની જગતના જીવોને જાણ કરાવી શકે છે. જગતના બધા જીવો પ્રત્યેના આપણા શુભભાવને ટકાવવામાં તેમ જ અધિક શુદ્ધ અને સક્રિય બનાવવામાં તેમના પ્રત્યેની જવાબદારીનું ભાન (Sense of responsibility). આપણને અમાપ સહાય કરે છે. ધર્મ-ચિંતન : ૨૩૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy