SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ બળની, કુળની, જાતિની, આરોગ્યની, આયુષ્યની, બુદ્ધિની વિવેકની, વિચારની, આચારની અને ધર્મની એમ અનેક પ્રકારની દરિદ્રતાઓ ઘેરી વળેલી છે. એમાં એકલી ધનની દરિદ્રતાનો જ આટલો સંતાપ શા માટે ? અનેક દરિદ્રતાઓ વચ્ચે ભીંસાતો માનવી જ્યારે એક ધનની દરિદ્રતાનો જ આટલો મોટો અને ખોટો સંતાપ ધારણ કરે છે, ત્યારે ખરેખર તે કોઈ મોટા મોહને આધીન થઈને વર્તી રહેલો છે. એમ કહેવું પડે છે. કેવળ ધનનો મોહ એ ખોટો મોહ છે. ધન જેમ ઉપયોગી છે, તેમ આરોગ્ય કે આયુષ્ય શું ઓછું ઉપયોગી છે ? ધન કરતાં આરોગ્ય અને આયુષ્ય કોટિ ઘણું વધારે કિંમતી છે, છતાં ધનની દરિદ્રતા જ દરિદ્રતા ગણાય તેનું કારણ શું? એથી આગળ વધીને દેહના આરોગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન અને વિવેકની છે, વિચાર અને વર્તનની છે. તેની તંગીનો માણસને વિચાર પણ નથી. ધનથી માલેતુજાર બન્યો, કાયાથી પુષ્ટ થયો કે આયુષ્યથી મોટો થયો, તેટલા માત્રથી માણસ સુખી બન્યો એ કલ્પના શું સત્ય છે ? માણસની ખરી કિંમત તો તેના જ્ઞાનધનથી છે, વિવેક સંપત્તિથી છે, સદ્ વિચાર અને સદ્ધર્તન એ જ માણસનું ખરું ધન છે. મનુષ્યનાં સુખ અને શાંતિનો આધાર ધન-રૂપ-બળ કે આરોગ્ય જ નથી, કિન્તુ વિવેક-વિચાર-વર્તન અને આચાર પણ છે, એ વાત આજે લગભગ વિસરાતી જાય છે. પરિણામે આજે પુકાયાવાળા ધન-સંપત્તિની પેઠે પડેલા માનવીઓ હજુ જોવા મળે છે, પણ વર્તન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીઓનાં દર્શન દુર્લભ બને છે, એનું સાચું કારણ દેશની આર્થિક દરિદ્રતાનો વિચાર કરનાર વર્ગની વૃદ્ધિ તથા દેશની ધાર્મિક દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગની હાનિ, એ નથી શું? આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તો ધાર્મિક દરિદ્રતા એ એથી પણ અધિક મોટી કંગાલિયત છે અને ભાવિ મહાન કષ્ટનો હેતુ છે, એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ. આર્થિક દારિદ્રય કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે. ધાર્મિક દારિત્ર્ય આત્માને અને આત્માના જન્મની પરંપરાઓ તથા તેમાં સુખ અને શાંતિની સંતતિનો નાશ કરનાર છે. આર્થિક દારિદ્રય કદાચ ટળ્યું પણ જો ધાર્મિક દારિદ્રય કાયમ રહ્યું, તો તેથી સુખ અને સંપત્તિ નહિં પણ દુઃખ અને વિપત્તિનો જ વરસાદ વરસવાનો છે, પ્રત્યેક કાળનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દ્રારિયે ટળ્યું અને આર્થિક દારિદ્રય ન પણ ટળ્યું તો પણ માનવીની ઉર્ધ્વગતિ નિશ્ચિત છે. મનુષ્યની ઉર્વગતિનો આધાર ધર્મ છે પણ ધન નથી, એ વાત આજની ઘડીએ સૌથી વધારે સારી રીતે સમજવાની જરૂર છે. ધર્મ વિનાનું ધન અધોગતિને આપે છે, ધન વિનાનો પણ ધર્મ ઉર્ધ્વગતિને જ આપે છે, આર્થિક બેકારી કરતાં ધાર્મિક બેકારી વધારે ભયંકર છે, એ વાત મનુષ્યમાત્રને જેટલી સમજાય તેટલો વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલો માનવી ધર્મની પૂંઠે કેમ પડતો નથી? શું ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે? ના, એમ નથી, ધર્મ એ ધન કરતાં પણ અધિક મૂલ્યવાન છે. ધનનું પણ અંતરંગ મૂળ ધર્મ જ છે. છતાં માનવી અનેક ૧૨. ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy