SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્બળતાઓને વશ છે, તેમાં આ પણ એક તેની અજ્ઞાનજન્ય નિબળતા છે. ધન કરતાં ધર્મની કિંમત અધિક હોવા છતાં તે ધનની ધર્મ કરતાં પણ વધુ કિંમતી માનવા પ્રેરાય છે. બુદ્ધિનો આ વિપર્યાસ છે, માનવીની મોહાંધતાનો આ એક પુરાવો છે. મોહ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલો માનવી ધનને દેખીને રાચે છે. ધર્મ પ્રત્યે અરુચિ દાખવે છે. ધનનો ચળકાટ તેને આકર્ષે છે, કારણ કે તે દેખવા તેને આંખ છે. ધર્મનો ચળકાટ તેને આકર્ષતો નથી. કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી, મળી છે તો ખૂલી નથી. એ આંખ તે વિવેક છે. વિવેકચક્ષુ જેઓનાં ખૂલી ગયાં છે, તેઓની નજરે ધનનો ક્ષણિક ચળકાટ તેટલો આકર્ષક રહેતો નથી. જેટલો ધર્મનો શાશ્વત પ્રકાશ રહે છે. ધનના ભોગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે, ધર્મ માટે ધન છોડવા તૈયાર થાય છે, પણ ધન માટે ધર્મને છોડવા પ્રાણાન્તે પણ તે તૈયાર થતો નથી. આ જાતિના વિવેકચક્ષુ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન શાસ્ત્રજ્ઞાન છે. શાસ્રબોધ વડે વિવેકચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનનો ખોટો મોહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર અને પ્રેમ જાગે છે, એ ધર્મપ્રેમ માનવીને સત્ય રસ્તે ચઢાવી અનંત કલ્યાણનો ભોક્તા બનાવે છે. ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે એ વિચાર પણ એક મોહનો જ પ્રકાર છે. ધર્મ કોઈપણ અવસ્થામાં થઈ શકે છે. માનવભવમાં ધર્મ ક૨વા માટે જીવને વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી છે. તેનો લાભ નહિ લેતાં ધન પ્રત્યેના મિથ્યામોહને પોષનારા ખોટા તર્કોનો આશ્રય લેવા માણસ દોરાય છે, તેને શાસ્ત્રજ્ઞાન રોકે છે અને સમજાવે છે કે—ધર્મના અભાવે જ ધનનો અભાવ છે, તેથી આલોક અને પરલોકમાં સાચું ઉપયોગી એવું ધન પણ જેને જોઈતું હોય તેને ધર્મનો જ આશ્રય લેવો હિતકર છે. એ ધર્મનો આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને ફોગટ જતી કરવી એ વિવેકરૂપી લોચનનો તિરસ્કાર હોઈ, ત્યાજ્ય છે. વિવેકરૂપી લોચનથી ધર્મનું માહાત્મ્ય સમજાય છે તથા એ ધર્મ એ જ સાચું અને શાશ્વત ધન છે, એમ સ્પષ્ટ થાય છે. એ ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાન ધર્મનો જ પ્રભાવ વર્ણવતાં શાસ્ત્રકારો ફરમાવે છે કે— ‘ધર્મસ્થાવિ પર્વ વાનં, વારંવારિત્ર્યનાશનમ્ । जनप्रियकरं दानं दानं कीर्त्यादिवर्धनम्' ॥१॥ અર્થ :ધર્મનું પ્રથમ સોપાન દાન છે, દાન દારિત્ર્યનો નાશ કરે છે, દાન સૌ કોઈને પ્રિયકર છે, દાન કીર્તિ-આરોગ્ય આદિને વધારનારું છે. સૌ કોઈ દાન-શીલ આદિ ધર્મનો આશ્રય લઈ સર્વ પ્રકારની દરિદ્રતાનો નાશ કરનારા બનો અને શાશ્વતસુખની લક્ષ્મીને વો ! ધર્મ-ચિંતન ૦ ૧૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy