SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા આત્માની શક્તિને વિકસવાની સઘળી તકો પૂરી પાડે છે. મમતા એટલે સ્વાર્થનો ‘હકાર', અને પરમાર્થનો નકાર. સમતા એટલે સ્વ પ્રત્યેના ઝોકને સર્વજીવહિતલક્ષી બનાવવો તે. ‘મમતા’ સહજમળનું પ્રતિનિધિત્વ સાચવે છે. ‘સમતા’ આત્માના ભાવનું જગતના જીવોને બહુમાનપૂર્વક દાન કરે છે. મમતા એટલે મહામોહની વરાળ. સમતા એટલે આત્માના સમુજજવળ ભાવની મંગલમય કળા. પોતા પ્રત્યેની મમતા સર્વને વહેંચી દેવાય એટલે સમતાનો જન્મ થાય. મમતાની વહેંચણીનું તે મહાકાર્ય શરૂ થાય તેમ તેમ આત્મસમત્વ ખીલતું જાય. કળી જેમ જેમ કળીપણું ત્યાગતી જાય, તેમ તેમ તે પુષ્પપણું પામતી જાય, તેમ મમતાની વહેંચણીનું તે મહાકાર્ય જેમ જેમ આગળ વધતું જાય, તેમ તેમ આત્મસમભાવ વિકસતો જાય. નમસ્કારભાવનો આરાધક મમતાનો ઘડુલો માથે મૂકીને ફરે તે બીન આશ્ચર્યકારક સમજાય છે. હૈયામાં ‘હું' કૂદાકૂદ કરતો હોય છે ત્યાં સુધી ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાનો આદર ભાગ્યે જ થઈ શકે છે. હું મારા સ્વાર્થવડે પકડાયેલો રહું તેનો એ જ અર્થ થાય, ‘કે જગત આખામાં મારું હિત ચિંતવનારું કોઈ નથી, મારા પ્રયત્ન સિવાય કોઈ મને સુખી બનાવી શકે તેમ નથી.’ આવી સમજ તે મેલાં અંતઃકરણ અને ડહોળાયેલા મનની પેદાશ છે. આવી સમજ જ્યાં ઘર કરે છે, ત્યાં અહંકારને ઊગવું જ પડે છે. અહંકાર, આત્માને આત્માથી અલગ પાડ્યા સિવાય રહેતો નથી. તે જ તેનો ધર્મ છે. દેવ અને ગુરુની કૃપાના પરમપ્રભાવને ટપી જવાની કુચેષ્ટા કરે એવી મમતાની માત્રા આત્મસમભાવસભર હૃદયમાં, હળાહળ ફેલાવે છે. તેને શ્રીનવકા૨ની આરાધના અને શ્રીજિનેશ્વરદેવની ભક્તિવડે ધોઈ નાખીને આત્માના સર્વ જીવો પ્રત્યેના યથાર્થ ભાવને ખીલવવાની દિશામાં આપણે સહુ જાગૃત બનીએ ધર્મ-ચિંતન ૦ ૧૮૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy