SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનું ઘડતર કરે છે. બધાના હિતની ચિંતાને લાયક જીવનમાંથી જે વિચાર યા શબ્દ પ્રગટે છે તેમાં વધુ અંશે કરુણા જ હોય છે. તે કરુણાનો સૂક્ષ્મ પ્રવાહ લોકમાં અકલ્યાણભાવને સક્રિય બનતો અટકાવવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. માત્ર નવ અક્ષરની ઉક્ત પંક્તિ, આપણા આત્માના ભાવની બેનમુન પ્રતિકૃતિ છે. તેનામાં આપણા ભાવનું આપણે સરસ રીતે દર્શન કરી શકીએ. તે દર્શન પછી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનમાં જે આનંદ પ્રગટે છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. શિવમ્' શબ્દથી શરૂ થતી ઉક્ત પંક્તિમાંથી ઝરતી શીતળતાના સ્પર્શી ભાવપ્રાણોમાં જે શાતા અને સંવેગ પ્રગટે છે તેનો લાભ લેવાની શિવપદવાંચ્છુ પ્રત્યેક આત્માને નમ્ર વિનંતિ છે. શ્રીસિદ્ધ ભગવંતોનું આપણા આત્મા સાથેનું ભાવ-સગપણ, શ્રીઅરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ વડે સો ટકા સફળ થાય છે. શિવમસ્તુ સર્વજગતની સર્વોચ્ચ ભાવનાને, તે ભક્તિનું હૃદય કહી શકાય. તે ભાવનાને “હૃદય’ અર્પીને આપણે “નમો અરિહંતાણં' પદને ખૂબ ખૂબ દીપાવીએ. મમતા અને સમતા મમતા મારક છે. સમતા તારક છે. મમતાનું મોં સદાય સ્વાર્થ તરફ રહે છે. સમતા વિશ્વમાં મળીને વિકસે છે. મમતા રાગ-દ્વેષની જનેતા છે. મમતાનો આફરો શ્રીજિનવચનની વિરાધના સુધી જીવને ખેંચી જાય છે. સમતાને જીવ અને જીવના હિત સાથે સંબંધ હોય છે. સમત્વવાન જે આંખ વડે પોતાને જુએ છે તે જ આંખ વડે ‘પરીને જુએ છે. સમત્વવાનનું મન, સકળજીવહિત સાથે સંકળાયેલું રહે છે. મનથી પોતાના એકલાનું હિત ચિતવતાં તે શરમાય છે. મમતા આત્માની શક્તિને ગૂંગળાવે છે. ૧૮૪ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy