SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુભક્તિ પ્રભુ જેટલી જ તારકશક્તિ પ્રભુની ભક્તિમાં છે. પ્રભુની ભક્તિમાંથી પ્રગટતી શક્તિ જગતના જીવો સાથે ભાવ-સંબંધ કરાવે. પ્રભુની ભક્તિ, પ્રભુ જેમના છે એ જગતના જીવોની હિતચિંતાની શક્તિ આપે. ભક્તિ, વિભક્તિને ટાળે, અહંભાવને ઓગાળે. ભક્તિ એટલે હૃદયનું દાન, સ્વ સમગ્રતાનું સમર્પણ. શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ એટલે સર્વોચ્ચ સમર્પણભાવની ભક્તિ, જ્યાં પોતા પ્રત્યેના રાગનો સદંતર અભાવ વર્તે છે એવા શ્રીવીતરાગદેવની ભક્તિ. આજે આપણે આપણા સ્વાર્થના સેવક છીએ. આપણા નામના રાગી છીએ. સેવા તો શ્રીવીતરાગ પરમાત્માની જ હોય. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાની હોય. એ આશાના હૃદયભૂત ભાવની હોય. એ ભાવના વિષયભૂત ત્રણ જગતના બધા જીવોના કલ્યાણની ઓજસ્વિની ભાવનાની હોય. દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મની આરાધના એ ‘પ્રભુભાવ’ની આરાધના છે. પ્રભુભાવના જ પરમપ્રભાવે ‘પશુભાવ’ જાય, ‘સ્ટેનભાવ’ જાય. પશુભાવ એટલે પશુ સરખો ભાવ, ભાવપશુતા. સ્ટેનભાવ એટલે ચો૨ સરખો ભાવ, લઈ લેવું બધાનું, આપવું કોઈનેય નહિ. પ્રભુના ભાવ સિવાય, આપણી ભાવપ્રભુતા ન પ્રગટે. પ્રભુની ભક્તિ સિવાય, પ્રભુના ભાવ સુધી પહોંચી ન શકાય. ભક્તિના ધન્ય અવસરે ભગવાન સમક્ષ ખુલ્લા થઈ જવું જોઈએ. ખુલ્લા થવાય એટલે ભગવાનના ભાવ વડે સેવાવાની યોગ્યતા પ્રગટે. પ્રભુસેવા એ વાસ્તવમાં પ્રભુના પરમભાવ વડે સેવાવાની સર્વોચ્ચ સાધના છે. બિંદુના બદલામાં સિંધુને પામવાનો ઉત્કૃષ્ટતમ યોગ છે. પ્રભુની ભક્તિના પરમપ્રભાવે પ્રભુ જેમના છે તે જગતના જીવોનું હિત થાય. પોતાના જ સ્વાર્થની ભક્તિથી, દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાની વિરાધના થાય. જેના ફળરૂપે સાગરોપમનાં દુ:ખ મળે. ૧૮૬૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy