________________
જીવદ્રવ્ય શુદ્ધ બને અને અજીવદ્રવ્ય-અલગ થઈ જાય એ માટે વળી પુણ્યતત્ત્વનું જ્ઞાન પણ થવું જોઈશે. પુણ્યતત્ત્વનું જ્ઞાન અરિહંતપદના ધ્યાનનું પ્રેરક બનશે. સર્વ .જીવોનું કલ્યાણસાધન થાઓ એવી તીવ્ર ચાહના એ જ પુણ્યતત્ત્વની ઉત્કૃષ્ટ પીછાન છે એ ચાહના જેટલી જેટલી વધવાની તેટલી તેટલી અરિહંતપ્રભુના ચરણોનું ધ્યાન કરવાની શક્તિ વધવાની. અરિહંતપ્રભુના અનુગ્રહથી ઇન્દ્રિયોનો નિગ્રહ સૂકર બને છે અને પરિગ્રહનો આગ્રહ શમી જાય છે.
સમસ્ત જીવોનું કલ્યાણસાધન ત્યારે સંભવે છે કે જ્યારે સમત્વભાવની પ્રાપ્તિ થાય. સમતા એટલે સંવર, સમતારૂપી સંવરતત્ત્વનું જ્ઞાન કર્યા વિના આચાર્યપદનું ધ્યાન અસંભવ છે. સંવર તત્ત્વનું જ્ઞાન કરવા માટે મોહનીય કર્મ ઘટવું જોઈએ. મમત્વભાવ હટવો જોઈએ. મમત્વને દૂર કર્યા વિના મોહનીય કર્મનો ક્ષય અર્થાત્ નિર્જરા તત્ત્વનું જ્ઞાન કર્યા વિના ઉપાધ્યાય પદનું ધ્યાન સંભવતું નથી કેમ કે મમત્વ-ભાવ દૂર થયા વિના શાસ્ત્રના સ્વાધ્યાયની રુચિ જાગતી નથી અને સ્વાધ્યાયની રુચિ જાગ્યા વિના ઉપાધ્યાયનું શરણ લેવા મન વધતું નથી, એ રીતે મોક્ષ તત્ત્વના જ્ઞાન વિના સર્વ સાધુના ધ્યાનનો સંભવ નથી. સર્વ કર્મનો ક્ષય કરવાની લાલસામાંથી જ સર્વ સાધુઓના ધ્યાનની પ્રેરણા જાગે છે.
સમ્યગ્દર્શન પદનું ધ્યાન અજીવત્ત્વના દર્શનની અપેક્ષા રાખે છે. અજીવત્ત્વ કેવળ દેખવા માટે છે ગ્રહણ કરવા માટે નહિં. અનાદિ અભ્યાસ વશ અજીવતત્ત્વને જીવ કેવળ દેખતો નથી, પણ ગ્રહણ કરવા, સ્વીકાર કરવા તત્પર બને છે. જેમ આપણે બજારમાં જઈએ છીએ, તે વખતે બધી વસ્તુ દેખીએ છીએ પણ તેમાંની કોઈ વસ્તુને આપણી પોતાની માનતા નથી, તેમ અજીવદ્રવ્યો યા પુદ્ગલદ્રવ્યોને માત્ર દેખવાના છે, આપણા પોતાના માનવાના નથી. અજીવદ્રવ્ય પર માત્ર સાક્ષીભાવ યા દૃષ્ટાભાવ રાખવો તે સમ્યગ્દર્શન છે.
‘જ્ઞો પંચ નમુક્કારો' એ પદમાં પાંચેને કરેલો નમસ્કાર એ સમ્યગ્દર્શનનું મૂળ છે. ખપ તત્ત્વનું જ્ઞાન કરી લેવાથી તે અવશ્ય છૂટી જાય છે. ચોરને જાણી લીધો, પીછાની લીધો, પછી તે ચોરી કેવી રીતે કરી શકે ? અજીવદ્રવ્યનો અહંકાર એ પાપ છે. પાપ સાચા અર્થમાં નમસ્કારને થવા દેતો નથી અને જીવને સમ્યગ્દર્શનથી દૂર રાખે છે. એ કારણે ‘સવ્વપાવપળાસળો' સર્વ પાપોનો નાશ કરવો હશે અને સમ્યગ્દર્શન પદનું ધ્યાન કરવું હશે તો પાય તત્ત્વનું જ્ઞાન કરવું પડશે.
ચારિત્રપદનું ધ્યાન આશ્રવતત્ત્વને જાણવાથી અને રોકવાથી થઈ શકશે. તથા તપપદનું ધ્યાન બંધતત્ત્વને જાણવાથી અને રોકવાથી થઈ શકશે. ‘મંગલાણં ચ સવ્વેસિ' એ પદથી ચારિત્રપદનું અને ‘પઢમં હવદ્ મંŕ' પદથી તપપદનું ધ્યાન પુષ્ટ બને છે. એ રીતે નવકારના અને સિદ્ધચક્રના નવ પદોનું ધ્યાન કરવા માટે નવતત્ત્વોનું જ્ઞાન આવશ્યક છે.
ધર્મ-ચિંતન – ૨૯૧