SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પડે. અહંભાવને સર્વથા નીચોવી નાખ્યા સિવાય આજ્ઞાની આરાધનાનાં ઊંચા • પરિણામ ન પ્રગટે. પરિણામના તે પવિત્રીકરણ કાજે શ્રીનવકાર છે. દ્રવ્યથી દેવાધિદેવની આજ્ઞાને નમવા છતાં જો ભાવ ભવની સેવામાં રોકાયેલો રહે, તો આપણે તે નમસ્કાર અતિ સામાન્ય પ્રકારનો બની જાય. આજ્ઞાની આરાધનામાં આવું ન ચાલે. કરણ કે જો આવી ઢીલી નીતિ કોઠે પડી જાય તો આજ્ઞાની વિરાધનાના મહાઅપરાધના અતિ ભયંકર પરિણામ આપણને દશે દિશાએથી ઘેરી લે. આપત્તિઓ અને અંતરાયો પડછાયાની જેમ આપણી સાથે રહે. મંગલમય વાતાવરણ બરાબર જામી ન શકે, ધર્મના શુભ કાર્યોમાં અણધાર્યા વિઘ્નો આવે. અને મહાપુણ્ય મળેલા દેવદુર્લભ માનવના ભવ વડે ભવને કાપવાને બદલે બીજા નવા ભવોની કાચી સામગ્રી એકઠી કરીને આપણે બધાના ઉપકાર વડે જીવવાની ઘણી નીચી ભૂમિકાએ ચાલ્યા જઈએ. દેવાધિદેવની આજ્ઞાનો એકનિષ્ઠ પક્ષકાર, પોતાના જ સ્વાર્થનો પક્ષકાર મટીને, તે આજ્ઞાના હૃદયભૂત ત્રિભુવનહિતચિંતાનો પક્ષકાર બને. પરમાર્થભાવ એ પરમજીવનનું અર્થીપણું પ્રગટી રહ્યું હોવાની નિશાની છે. પરમજીવનનું અર્થીપણું પ્રગટે એટલે પામરતા ખરેખર ખટકે. તે પામરતાને પોષનારા વિષય અને કષાયોને પોષવાનું મન ન થાય. માનવસમય અને માનવશક્તિને ભોગવનારાં વિષય-સુખ કડવાં લાગે. તેનાથી છોડાવીને, દેવાધિદેવની આજ્ઞા સાથે જોડનારા નિયમો વહાલા લાગે. તે આજ્ઞા સાથે જોડવાથી ભવની આજ્ઞા પાળવાની લાચારદશાથી “પર' બનાય. દેવાધિદેવની આજ્ઞા એટલે સર્વજીવહિતવત્સલતા. દેવાધિદેવની આજ્ઞા એટલે પરમાર્થસિક્તિા. દેવાધિદેવની આજ્ઞા એટલે અહંકારના અનાદિના વળગાડથી મુક્ત' કરનારી મહાશક્તિ. દેવાધિદેવની આજ્ઞા એટલે મહામોહને ભગાડી મૂકનારો દિવ્ય દુંદુભિનાદ. ધર્મ-ચિંતન ૨૨૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy