SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પ. અનિહ્નવ : વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અને દૃઢ અંતઃકરણવાળા થઈને, જમીન ઉપર ઢીંચણ, મસ્તક તથા કરકમલ સ્થાપીને, અંજલિ—પુટ રચીને, મનને સ્થિર કરીને, એકાગ્ર અધ્યવસાય કરીને, અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ, તેમના સંતોષ તથા કૃપાથી મળેલ, સંસાર–સમુદ્રની અંદર નૌકા સમાન, સકલ આગમોમાં વ્યાપીને રહે, મિથ્યાત્વના દોષથી નહિ હણાયેલ, વિશિષ્ટ બુદ્ધિવાળાએ કલ્પેલ, અઘટિત સર્વ હેતુ, યુક્તિ અને દૃષ્ટાંતોનો ધ્વંસ કરવામાં સમર્થ, પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી બનેલ, પ્રવર પ્રવચન—દેવોથી અધિષ્ઠિત થયેલ. પંચ મંગલ મહાશ્રુતસ્કંધનું ૬. વ્યંજન : ત્રણ પદ, એક આલાવા, સાત અક્ષર, પ્રમાણવાળું (પહેલું અધ્યયન). ૭. અર્થ : અનંતગમ પર્યાયાર્થોનું પ્રસાધક. ૮. તદુભય : સર્વમહામંત્ર તથા પ્રવરવિદ્યાઓનું ૫૨મ બીજ,—તેનું વિધિ અનુસાર વિનયોપધાન કરવું. જે કોઈ આ વિધિને સ્પર્શે છે અને જરા પણ અતિચરણા કરતો નથી તે પ્રિયધર્મી, દૃઢધર્મી અને એકાંત ભક્તિયુક્ત. સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો અને શ્રદ્ધા સંવેગથી યુક્ત બનેલો તે ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ યંત્રણાઓને વારંવાર પામતો નથી. અગાઉ કહેલ વિનયોપધાન વડે, પંચમંગલમહાશ્રુત સ્કંધને, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે. સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણીને, હૃદયમાં સ્થિર અને પરિચિત કરીને. મહાપ્રબંધ વડે, સૂત્ર તેમ જ અર્થોને જાણવા. પોતે ‘પર’ને હરકતકર્તા બની રહ્યો છે, તેનું યથાર્થ ભાન અને જ્ઞાન— પરહિત પરાયણતાની—ચાવી છે. ધર્મ-ચિંતન ♦ 399
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy