SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) તર્ક કરતાં શ્રદ્ધાનું સામર્થ્ય વધુ છે. પાંચ ઇંદ્રિયો અને મનથી તર્ક થાય છે. પણ પાંચ ઇંદ્રિયોની અને મનની શક્તિ મર્યાદિત છે. જગતમાં અનંત સૂક્ષ્મ ને અમૂર્ત પદાર્થો છે, તેને જાણવા માટે યોગદૃષ્ટિ-અનુભવષ્ટિ જોઈએ. કેવળ તર્ક અપ્રતિષ્ઠિત છે. શાસ્ત્રોનો અને દિવ્યદૃષ્ટિનો આધાર લઈને તર્ક કરે તો જ તત્ત્વનિર્ણયમાં સફળતા મળે. જે વસ્તુની ઉપાસના કરીએ તેના ગુણો આપણામાં આપોઆપ આવી જાય છે. આ વિષય તર્કનો નથી પણ શાસ્ત્રનો, શ્રદ્ધાનો, અનુભવનો છે. નામની અને આકૃતિની ઉપાસના કરવાથી ઉપાસ્યના ગુણો આપોઆપ ખેંચાઈ આવે છે. (૧૦) મને બે પ્રકારના છે. બાહ્ય અને આંતર. બાહ્ય મન દૃશ્ય મન છે, તેથી પૌદ્ગલિક છે. આંતરમન ભાવમન છે, તેથી આત્મિક છે. બાહ્ય મન ઉંઘતું હોય ત્યારે પણ આંતરમન જાગ્રત રહે છે. નામ અને આકૃતિની ઉપાસનાથી મનને ઉપાસ્યના મૂળ આત્મા સાથે સંબંધ થાય છે. ને તેના ગુણોનું ખેંચાણ થાય છે તથા પોતાના આત્માની અંદર તે ગુણો ઉતરે છે. અરિહંતોનું તથાભવ્યત્વ પરોપકારવૃત્તિથી ભરપૂર છે. તેમની સ્વભાવજન્ય પરોપકાર૫રાયણતા અગાધ-અખૂટ અને અનંત છેઃ અરિહંતોની મુડીથી આપણો ધર્મવ્યવહાર ચાલે છે. તે ઉપકારનો બદલો વાળવાનું એક સાધન શ્રીનવકા૨નું આરાધન છે. (૧૧) આખા શરીરમાં વધારે અંગત્યનો પ્રદેશ હૃદય છે. હૃદયથી ચૌદરાજલોક સાથે સંબંધ સાધી શકાય છે. હૃદયમાં કમળ છે, તેને આઠ પાંખડીઓ છે, તે ઉંધી છે, તે કારણે બુદ્ધિ અધોગામી છે. નવકારના પદોને હૃદયમાં સ્થાપીને ઉપાસના કરવાથી તે ઉર્ધ્વમુખી થાય છે. (૧૨) જાપમાં રંગનું પણ મહત્ત્વ છે. સફેદ રંગ આત્માને ઉજ્જવળ બનાવી મોક્ષ પદને અપાવે છે. અક્ષરમાં પણ અપૂર્વ અને અનંત સામર્થ્ય છે. હૃદયરૂપી પાટીયા Black-board ઉપર ‘નમો અરિહંતાળ’ એવા સફેદ અક્ષરો લખેલા છે, તેમ કલ્પના કરીને વાંચવા. અક્ષરો સફેદ-હીરા જેવા ઝગમગતા કલ્પીને વાંચવાથી તેનું ધ્યાન થાય છે. ધ્યાન એટલે ચિત્તની તન્મયતા. જાપની સાથે ધ્યાન જોડવાથી વિશેષ લાભ થાય છે. મંત્રના અક્ષરો એ રીતે વિચારપૂર્વક વાંચવાથી પરમાત્મતત્ત્વ સાથે આત્માનું અનુસંધાન થાય છે. ધ્યાન વખતે જેટલી તન્મયતા, તીવ્રતા,’અને એકાગ્રતા વધારે તેટલો લાભ વધારે થાય છે. As a man thinketh, so he becomes. માણસ જેવું ચિંતન કરે છે, તેવો તે થાય છે. એ વાત આજે વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે. (૧૩) પહેલાં યોગ્યતા મેળવો, પછી ઇચ્છા કરો. કુદરતની પાસે ઘણી વસ્તુ છે. તે શોધી રહી છે કે કોને આપું ? તમે કોઈ વસ્તુની શોધ કરશો નહિ, ફક્ત યોગ્યતા ૩૦૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy