________________
બારાખડીનો પહેલો ને છેલ્લો અક્ષર છે અને તે ઉપર અનુસ્વારનું બીજ છે. અક્ષરોમાં અનુસ્વાર લગાવવાથી ગજબ તાકાત આવે છે. અનુસ્વાર એ શબ્દની તીવ્ર ધાર છે. આત્માનું મૂળ ઊંચે છે કેમ કે પંચપરમેષ્ઠિઓ ઊંચે છે. ચાર ડાળીઓ નીચે છે. છંદશાસ્ત્રો એનાં પાંદડા છે. માત્ર તેને જોવાથી મોક્ષનો કે આત્મતત્ત્વનો અનુભવ નહીં Ally. If you look at sky, you will see sun, moon etc. El 12 BAL$LAHİ જોશો તો સૂર્ય-ચંદ્ર વગેરે દેખાશે. If you look at earth, you will see dust, dust and dust. જો તમે નીચે પૃથ્વી પર જોશો તો ધૂળ-ધૂળ અને ધૂળ જોશો. અહીં ‘માં એ પૃથ્વી છે. ‘મ એ આકાશ છે. આત્મતત્ત્વને અનુભવવા માટે 'અહં'ને જોવાનું છોડી ‘મને જોતાં શીખો.
(૬) જગતમાં મનુષ્ય જન્મ કરતાં શ્રેષ્ઠ વસ્તુ બીજી નથી. માનવનું શરીર એ પરમાત્માની પ્રતિમા છે. શરીર-વચન-મનમાંથી અનંત શક્તિઓ વરાળ ને વીજળીની માફક ફોગટ વહ્યા કરે છે, તેને પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિના પાલન વડે કાબૂમાં લઈ શકાય છે. આત્મક્ષેત્રમાં વિચાર એ બીજ છે. મનમાં આવેલા વિચારો બીજનું કામ કરે છે. બીજ બે જાતના છે. શુભ અને અશુભ. શુભ વિચાર એ આંબાના બીજ તુલ્ય છે. અશુભ વિચાર એ બાવળનાં બીજ તુલ્ય છે. સારા બીજને વાવવાનાં હોય છે, ખરાબ બીજો ને બાળવાનાં હોય છે, મનને સારા વિચારોમાં રોકવા માટે સહેલો ઉપાય પંચપરમેષ્ઠિનો જાપ છે. હરતાં-ફરતાં, ઉઠતા-બેસતાં, તેમાં મન-વચન-કાયાના યોગોને જોડી શકાય છે.
(૭) નવકાર વિઘ્ન હરે છે, પાપ ટાળે છે, અસંખ્ય જન્મોના કુસંસ્કારોને બાળે છે. ગુરુમુખે નવકાર મળે તો જ તે ફળીભૂત થાય છે. ગુરુ પાસે વિધિપૂર્વક તેનો પાઠ લેવો જોઈએ. ભાવમન એક અમૂલ્ય ભંડાર છે, તેમાં સંસ્કારોનો સંગ્રહ થાય છે. સામગ્રી મળે ત્યારે તે પ્રગટે છે. નવકારના જાપથી શુભ સંસ્કારોનો સંચય થાય છે.
" (૮) મનને સ્થિર રાખવા સ્વાધ્યાય કરવો તે ઉત્તમ છે. ક્રિયાયોગ અને વચનયોગ સરળ છે, મનનો યોગ દુષ્કર છે. આત્માના અધ્યવસાયો અરૂપી છે, ચૈતન્યસ્વરૂપ છે. જડ કરતાં ચૈતન્યની શક્તિ અનંત છે. ચૈતન્યની જેટલી શુદ્ધિ થાય તેટલો જીવને ઉપકાર થાય છે. મલિનતા થાય તેટલો તેને અપકાર થાય છે. સન્ક્રિયાથી મનની શુદ્ધિ થાય છે, તેથી અધ્યવસાયો શુદ્ધ બને છે. તેથી સ્વ-પરનું કલ્યાણ થાય છે. પોતાના અધ્યવસાયોને મલિનતાથી દૂર કરે તે મંગળ અને તે મંગળ પાપનો નાશ કરે
છે. લેખન કે ઉચ્ચાર એ ભાવમંગળનું સાધન છે. અધ્યવસાયોની શુદ્ધિ તે - ભાવમંગળ છે.
ધર્મ-ચિંતન ૩૦૧