SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોએ. સર્વ કેવલી ભગવંતોએ, સર્વ ચૌદ પૂર્વધરોએ અને સર્વ શ્રતધર સાધુસંતોએ એક મતે એક અવાજે ઘોષણા કરીને કહ્યું કે “હા, એવું આધ્યાત્મિક યંત્ર છે, જે માત્ર તમારા જ સઘળા પાપોનો નહિ પણ ત્રણે કાળના ત્રણે લોકના સર્વ પાપોનો સમૂળ નાશ કરે અને તે આમાં સર્જનાર પાપવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખે.” તેઓએ જોરશોરથી સર્વાનુમતે સમર્થન કર્યું કે એક એવું આધ્યાત્મિક યંત્ર હયાત છે, જે એવો પુણ્યપ્રવાહ વહેવડાવે છે, જે મુક્તિના પરમ મંગલ સુધી પહોંચાડે છે, જે અતૂટ પુણ્યપરંપરા સર્જી છે, જેનો બીજો છેડો મુક્તિની અટારીએ વિંટળાયો હોય છે. આવું આધ્યાત્મિક યંત્ર તે શ્રીનમસ્કાર મહામંત્ર છે. શ્રીનમસ્કારના અડસઠ અક્ષરો જેના મનમાં ઊંડો અને પ્રામાણિક આદર પામ્યા છે, તેને માટે પાપપુણ્યનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. તે સાધકના મનની અત્યંતર રચનામાં એક એવી ક્રિયા શરૂ થાય છે, જે પાપનું સંપૂર્ણ વિસર્જન અને પુણ્યનું સર્વોત્તમ સર્જન કરે છે. I I : नमो अरिहंताणं “નમો અરિહંતાણં' પદના સંબંધ સિવાય આજે આપણે જેના સંબંધી ગણાઈએ છીએ અથવા તો જે આપણને પોતાના સંબંધમાંથી છોડવાને મુદ્દલ તૈયાર નથી તે સંસાર સાથેનો સ્થૂલ સંબંધ નહિ છૂટે, સર્વ જીવો સાથેનો સૂક્ષ્મ ભાવસંબંધ નહિ પ્રગટે. એ સૂક્ષ્મ ભાવસંબંધ માટે શ્રીનવકારનો સંબંધ અનિવાર્ય છે. નમો અરિહંતાણં પદનું રટણ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની વિવિધ પ્રકારની ભક્તિ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની આજ્ઞા મુજબના તપ-ત્યાગમય જીવન સાથેનું જોડાણ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની દયાના વિષયભૂત ત્રણ જગતના જીવો સાથેની મૈત્રી અનિવાર્ય છે. દુઃખી જીવોનાં દુઃખને દૂર કરવાની ભાવના અનિવાર્ય છે. ગુણવાન આત્માઓના આત્મગુણની ખૂબ-ખૂબ પ્રશંસા અનિવાર્ય છે. કૃતઘ્ની જીવોને પ્રભુ શાસનની જાણ કરાવવાની ઉત્કૃષ્ટ પ્રભાવક ભાવના અનિવાર્ય છે. સકળલોકમાં પ્રભુશાસનના જયજયકારની સર્વોચ્ચ ભાવના અનિવાર્ય છે ભાવદયાના ત્રિભુવનસ્વામિત્વમાં અપૂર્વ નિષ્ઠા અનિવાર્ય છે. ભાવદયાની અચિંત્ય શક્તિમાં રહેલી તારકતા સાથેનું જોડાણ અનિવાર્ય છે. દેવાધિદેવની સર્વજીવહિતવિષયક મહાકરુણા સાથેના જોડાણનું શ્રીનવકાર એ શ્રેષ્ઠતમ માધ્યમ છે. એવા શ્રીનવકારને મળવાથી જે પુણ્યશાળીને પ્રભુ મળ્યા જેટલો આનંદ થાય, તેનો ભવ્યત્વભાવ વિકસી રહ્યો છે એમ નિઃસંકોચપણે કહી શકાય. –પ્રગટ થનારા “અપૂર્વ નમસ્કાર” નામક પુસ્તકમાંથી ઉદ્ભૂત. - ધર્મ-ચિંતન - ૩૧૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy