________________
નમસ્કાર વડે, અરિહંત પદની ધારણા સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિ કરે છે. ધ્યાન, જ્ઞાન ગુણની શુદ્ધિ કરે છે અને તેની તન્મયતા સમાધિ-ચારિત્ર ગુણની શુદ્ધિ કરે છે. દર્શનગુણ તત્ત્વરુચિરૂપ છે. જ્ઞાનગુણ તત્ત્વબોધરૂપ છે. ચારિત્રગુણ તત્ત્વપરિણતિરૂપ છે. અરિહંતના નમસ્કાર વડે ધારણા-ધ્યાન અને તન્મયતા અરિહંતપદ સાથે સધાય છે. વારંવાર નમસ્કાર વડે જેમ જેમ અરિહંતપદની ધારણા વધતી જાય છે તેમ તેમ જીવનો સમ્યક્ત્વ પરિણતિરૂપ ચારિત્રગુણ પ્રગટ થતો જાય છે અને તેના પરિણામે જીવનશુદ્ધિ અને પુણ્યવૃદ્ધિ વડે ઉત્તરોત્તર રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ સહેલાઈથી થઈ જાય છે. આ પ્રમાણે થવામાં શુદ્ધ પ્રણિધાન હેતુ છે અને પ્રણિધાનમાં માર્ગનું લક્ષ્ય તે હેતુ છે. સાધ્યના લક્ષ્યપૂર્વકની થતી ક્રિયા કેવળ ક્રિયા જ નથી પણ રસપૂર્વકની ક્રિયા છે અને તે રસપૂર્વકની ક્રિયા તે કેવળ કાયવાસિત કે વચન વાસિત ન રહેલાં મનોવાસિત બને છે એ રીતે મન, વચન અને કાયા એ ત્રણેથી વાસિત નમસ્કારની ક્રિયાને જ શાસ્ત્રોમાં “નમસ્કાર” પદાર્થ કહ્યો છે.
પરમપૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી કહે છે કે, મન વડે આત્માનું પંચપરમેષ્ઠિના ગુણોનું પરિણમન, વચન વડે તેમના ગુણોનું કથન, અને કાયા વડે સમ્યક્વિધિ યુક્ત તેમને પ્રણામ. એ નમસ્કારનો અર્થ પદાર્થ છે. ખરો અર્થ છે. સાચો નમસ્કાર થવા માટે કાયાથી પ્રણામ અને વાણીથી ગુણોના ઉચ્ચારણની સાથે મનથી ગુણોમાં પરિણમન પણ આવશ્યક છે. એ પરિણમન પરમેષ્ઠિ નમસ્કારની પાછળ રહેલા હેતુઓનું ચિંતન કરવાથી થાય છે તેથી તે ભાવ નમસ્કાર બને છે. કોઈ પણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા માટે શાસ્ત્રમાં આઠ પ્રકારના ગુણયુક્ત ચિત્ત બનાવવા કહ્યું છે. તે ગુણોને સમજાવવાથી આપણી ક્રિયા ભાવક્રિયા છે કે નહીં તે સમજી શકાય છે અને ભાવક્રિયા ન હોય તો તેને ભાવક્રિયા કેમ બનાવાય તેનું જ્ઞાન મળે છે.
અનુયોગદ્વારમાં કહ્યું છે કે, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, ઉભયકાળ આવશ્યક તશ્ચિત, તદ્ મન, તત્લેશ્યા, તદ્ અધ્યવસાય, તત્ તીવ્ર અધ્યવસાય, તદ્ અર્પિતકરણ, તદ્ અર્થોપયુક્ત, અને તદ્ ભાવનાથી ભાવિત થઈને ક્રિયા કરે. અન્યત્ર કાંઈ પણ મનન કર્યા વિના ક્રિયાને કરે તેવી ક્રિયા ભાવક્રિયા છે. એ રીતે થતું આવશ્યક, એ ભાવ આવશ્યક છે. તિદ્યત એટલે સામાન્યોપયોગ, તદ્દન એટલે વિશેષોપયોગ, તલ્લેશ્ય, ઉપયોગની વિશુદ્ધિ, જેવો ભાવ તેવો જ ભાવિત સ્વર બને ત્યારે લેશ્યાની વિશુદ્ધિ થઈ ગણાય છે જેવો સ્વર તેવું જ ધ્યાન બને ત્યારે તધ્યેય વાસિત, અને તેવું જ તીવ્ર અધ્યવસાનવાળું ચિત્ત બન્યું ગણાય છે. તઅર્પિતકરણ, તદ્શોપયુક્ત, અને તદ્ ભાવના ભાવિત જે ચિત્તના ત્રણ વિશેષણો છે, એ વિશેષણો વધતી જતી એકાગ્રતાને સૂચવે છે. સર્વકરણો એટલે મન વચન અને કાયા તથા કરણ, કરાવણ અને અનુમોદન તે વડે યુક્ત ચિત્ત, અર્થ અને ભાવાર્થ અને રહસ્યાર્થમાં ઉપયોગ યુક્ત ચિત્ત અને તે ધર્મ-ચિંતન ૦ ૩૪૫