SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભટકે તો પણ આંતરિક મનના બળે ભૂલ વગર બધું બોલી શકે છે. આ શક્તિ આંતરિક મનની છે. માત્ર સંસ્કાર આપવા પડે છે. મનના ખરાબ સંસ્કારો કાઢવાનું કામ પણ મનને જ સોંપવું પડે છે. કારણ કાંટો જ કાંટાને કાઢવા ઉપયોગી થાય છે. બાહ્ય મન ચોર છે, તેની ચોકી કે લગામ આંતરમનને સોંપવી જોઈએ. જો આંતરમન સારા સંસ્કારોથી વાસિત હોય તો સારી રીતે ચોકી કરે છે, જો આંતરમન ચોર હોય ને કુસંસ્કારોથી વાસિત હોય તો બને મનરૂપી બે ચોર ભેગા મળી આત્માને લૂંટે છે. આંતરમનને પવિત્ર પ્રેરણા આપી હોય તો સુતા હોઈએ ત્યારે સુંદર પરિણામ પામી શકાય છે. ભોજન કરતાં અને શયન કરતાં પહેલાં નવકારના પવિત્ર સ્મરણથી પરમાણુઓ અમૃતમય બને છે અને શમરસ–શાંતરસ ઉત્પન્ન થાય છે. (૨૫) વિનય સૌથી મોટો ધર્મ છે. નમવાથી ભક્તિ શ્રેષ્ઠ થાય છે. નમ્યો તે પ્રભુને ગમ્યો. કૂવામાં ઘડો પાણી ભરવા નાંખવામાં આવે, પછી ઘડો વાંકો વળે, નમે તો જ અંદર પાણી ભરાય છે. હૃદયમાં લઘુતા નિર્માણ કરો તો પ્રભુતા આપોઆપ મળે છે. લઘિમા લબ્ધિથી આકાશમાં ઉડી શકાય છે. હૃદયમાં લઘુતા લાવવાથી માણસને લઘિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેથી ચૌદરાજલોક અને મોક્ષ સુધી જવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ | (૨૬) દેવ-ગુર-ધર્મ-ધર્મક્રિયા તો નિમિત્ત છે, પણ કાર્યની સિદ્ધિ આપણા ઉપાદાન–યોગ્યતા ઉપર છે. પ્રતિ સમય ૭-૮ કર્મના બંધ આત્માને ચાલુ છે, છતાં દ્રવ્ય નવકાર =‘નમો રિહંતા’નો શબ્દ–ઉચ્ચાર પુણ્ય કર્મ બાંધે છે. સમળી ‘નમો રિહંતાઈ' શબ્દ સાંભળતાં રાજપુત્રી થઈ અને રાજપુત્રીના ભાવમાં પણ “નમો અરિહંતાન' ફરી સાંભળતાં પૂર્વજન્મનું જ્ઞાન થયું, તથા સમળીવિહાર બનાવી શ્રીમુનિસુવ્રતસ્વામીજી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. વળી નવકાર સાંભળવાથી જંગલના ભીલભીલડીને રાજા રાણી થવાનો લાભ મળ્યો. યોગ્યતા નિમિત્ત મળવાથી વિકસિત થાય છે. આત્માના ઉપાદાનને પલટો ખવડાવવાની તાકાત "નમો અરિહંતાણ'માં છે. તે પારસમણિના સાન્નિધ્યમાં આવતાં સહુ કોઈ સોનું બને છે. નવકાર રૂપાંતર કરે છે અને અશુભ કર્મને શુભ કર્મમાં પલ્ટાવે છે. પહેલાં યોગ્ય બનો પછી વસ્તુની ઇચ્છા રાખો. યોગ્ય બનશો તો ધારેલ વસ્તુ આપોઆપ મળશે. “Thon seeketh nothing fortune Seeketh thee." (૫) ગુણ પ્રકર્ષવાનનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. એમાં કોઈ તર્કને અવકાશ નથી. વસ્તુનો સ્વભાવ તર્કની અપેક્ષા રાખતો નથી. અરિહંતો ગુણોના પ્રકર્ષવાળા છે, તેથી તેમની ભક્તિ, તેમનું બહુમાન, તેમનો આદર, ધર્મ-ચિંતન ૩૦૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy