SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન ભક્તિ શ્રી પ્રભુદાસ બેચરદાર પારેખ (દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માના પરમતા૨ક શાસન પ્રત્યેની નિષ્ઠામાંથી જન્મેલો આ લેખ, ખૂબ જ ઉપયોગી છે. સં.) મોક્ષમાર્ગની સામગ્રી પૂરી પાડનાર શ્રીતીર્થંકર ભગવંતોએ સ્થાપેલી શ્રીજૈનશાસન સંસ્થા સદા વિજયવંત છે. તેના સંચાલક શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રીસંઘમાં સદા દીવાળી પ્રવર્તમાન હોય છે. કારણ કે—દેવ-ગુરુ-ધર્મની ભક્તિ અને આરાધના નિમિત્તે મહાતીર્થ, કલ્યાણક ભૂમિઓ, મહાપર્વો, કલ્યાણક દિવસો, મહાઅઠ્ઠાઈઓ, અઠ્ઠાઈ મહોત્સવો, અંજનશલાકા ઉત્સવો, વ્રતોના ઉદ્યાપનો, સાધર્મિક વાત્સલ્યો, નમુક્કારશી, તપ-જપ, પૂજા-મહાપૂજા, ઉપધાન, પ્રભાવના, ભાવના, દીક્ષા-મહોત્સવો, પદ-પ્રધાન, આગમભક્તિ, જ્ઞાન-પૂજા, સ્નાત્ર પૂજા, મૌન એકાદશી, અક્ષય-તૃતીયા, શ્રીપર્યુષણા મહાપર્વ, આદિ નિમિત્તરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રયીને દાન શીલ, તપ, ભાવ વગેરેના નિમિત્તભૂત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ મહાતીર્થો કલ્યાણક-ભૂમિઓ, દેવગૃહેશ્વરો વગેરેમાં ક્યાંક ને ક્યાંક પ્રવર્તતા જ હોય છે. યુગાદિજિનેશ્વર પ્રભુથી માંડીને આજ દિવસ સુધી અનેક નિમિત્તોથી જૈન-શાસનમાં અને શ્રીસંઘમાં સદા દીવાળી પ્રવર્તમાન છે. મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક વિકાસના પ્રબળ નિમિત્તરૂપ આ ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ નિમિત્તોના આશ્રયથી અનાયાસે જ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, ગ્રામીણો, યુવકો, વગેરેને મજબૂત રીતે, તાલીમપૂર્વકનું (ધર્મજ્ઞાન) ધાર્મિક-જ્ઞાન મળે છે. અનુભવ મળે છે. ધાર્મિક પ્રતીકો અનાયાસે જ ગૂઢ જ્ઞાન આપે છે. વિચાર કરનારાઓને મોક્ષ માર્ગના ઉત્તમ રહસ્યોના જ્ઞાન અને અનુભવ સુધી પહોંચાડી દેતા હોય છે. રમતનું શાસ્ત્ર ભણનાર કરતાં તેની રોજની પ્રવૃત્તિ સિદ્ધ-હસ્ત રમનાર તૈયા૨ કરી શકે છે. માટે શાસ્ત્રાભ્યાસી ધાર્મિક શિક્ષણ-બોધરૂપ ધાર્મિક શિક્ષણ—આપે છે. પરંતુ જીવનમાં અમલરૂપ, પ્રેકટીકલ-ધાર્મિક-શિક્ષણ તો ઉપર જણાવેલા નિમિત્તો જ આપે છે. કેમ કે ભણીને પણ કરવાનું તો એ જ હોય છે ને ? તે વિના ભણતરનો ઉપયોગ થઈ શકતો નથી. માટે જો શ્રીજૈન-શાસનને સદા દીપતું રાખવું હોય તો ઉ૫૨ની નાની-મોટી પ્રવૃત્તિઓ સદાએ શ્રીસંઘમાં દેદીપ્યમાન રીતે યથાશક્તિ ચાલવી જ જોઈએ. અને સાથે ધર્મ-ચિંતન ♦ 333
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy